તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનું સમાધાન છે ‘ધ મિલ્ક મેન’ કોન્સેપ્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈન્ટરેસ્ટિંગ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સામનો કરવા માટે અમેરિકાની કંપની લૂપ ‘ધ મિલ્ક મેન’ નામનો કોન્સેપ્ટ એટલે કે ‘દૂધવાળો’નું પુનરાગમન કરી રહી છે. એટલે કે, આગામી દિવસોમાં પ્લાસ્ટિકના બદલે કાચ અને મેટલની બોટલોમાં દૂધ પહોંચાડાશે. દૂધ જ નહીં, અન્ય સામાનની ડિલિવરીમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાઈ રહ્યો છે. પ્લાસ્ટિક કન્ટેનર તથા રેકને હવે મેટલના બનાવાશે. આમ કરીને કંપની લાખો ટન પ્લાસ્ટિક દૂર કરવા માટે વચનબદ્ધ છે.

લૂપના સંસ્થાપક અને રિસાઈકલિંગ માટે પ્રસિદ્ધ ટેરાસાઈકલ કંપનીના માસ્ટરમાઈન્ડ, ટોમ સ્જાકીએ જણાવ્યું કે, તેમનું આ કામ અમેરિકાની નવી જનરેશન પેઢીઓ સુધી યાદ રાખશે. આટલું જ નહીં, કંપની યુરોપ અને બ્રિટનમાં પણ આ મહિનાથી પોતાના આ કોન્સેપ્ટ ની શરૂઆત કરી રહી છે. ત્યાર પછી કેનેડા, જર્મની અને જાપાનમાં પણ ટૂંક સમયમાં જ તેના પર અમલ કરાશે.

આમ જોઈએ તો, 40, 50 તથા 60ના દાયકામાં મધ્યમ વર્ગના લોકોના ઘરની બહાર ડિલિવરી ટ્રકમાં આવેલો ‘દૂધવાળો’ કાચની બોટલો મૂકી જતો હતો. આપણે દૂધ વાપરીને ખાલી બોટલ બહાર મૂકી દેતા હતા. એ કામમાં કોઈ કચરો પેદા થયો ન હતો. આજે એ જ કોન્સેપ્ટને ફરીથી અમલમાં મુકાઈ રહ્યા છો. અમેરિકાના મધ્ય એટલાન્ટિક ક્ષેત્રમાં ટૂંક સમયમાં જ લૂપ કંપની પોતાની પ્રોડક્ટને પ્લાસ્ટિકમાં પેક કરવાનું બંધ કરી દેશે. આ મહિને એટલે કે માર્ચમાં પોતાનું ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નું મુક્તિવાળું કામ પોતાની અગ્રણી બિઝનેસ મોડલ સાથે બ્રિટનમાં પણ સ્થાપવા જઈ રહી છે. કંપનીને આશા છે કે, તે ટૂંક સમયમાં જ વિશ્વ કરિયાણા બજારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બાય-બાય કરી દેશે.

કંપની લૂપે એક વર્ષ પહેલા ફ્રાન્સમાં કેરેફોર સાથે ભાગીદારી કરીને કાચ અને મેટલનો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. આ યુરોપમાં કરિયાણાનો સમાન વેચતી સૌથી મોટી શ્રૃંખલામાંથી એક છે. આ કામ માટે એક નાનકડી ડિપોઝિટ લેવામાં આવે છે. મેટલ અને કાચના વાસણ સાફ કરીને ફરીથી કામમાં લેવા લાયક હોય છે. આમ જોઈએ તો બીજી વખત ઉપયોગ કરવાને લાયક ઉત્પાદન ઓનલાઈન લૂપ સ્ટોર્સ ઉપરાંત ક્રોગર અને વાલ્ગરેન કંપનીઓ પણ કરી રહી છે. goodnewsnetwork.org
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો