તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદના મૃત્યુનાં 88 વર્ષ પછી પણ રહસ્ય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા મળ્યા પછી ચંદ્રશેખર આઝાદની વ્યાકુળતા વધી ગઇ હતી. જેમ-જેમ તેમની ફાંસીની તારીખ નજીક આવતી હતી આઝાદ તેને ટાળવાના પ્રયત્નોમાં લાગેલા હતા. પંડિત ગણેશ શંકર વિદ્યાર્થીની સલાહથઈ તેમણે પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ અલ્હાબાદમાં મુલાકાત કરી અને તેમના સુચનથી મહાત્મા ગાંધી પાસે પણ અરજ કરી હતી. આ સિલસિલામાં 27 ફેબ્રુઆરી 1931ના રોજ આશરે 10.15 કલાકે તેઓ અલ્હાબાદમાં પોતાના સાથી રાજગુરુ રાજની સાથે અલફ્રેડ પાર્ક પહોંચ્યા હતા. ત્યાં જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોઇ બાતમીદારે પોલીસને માહિતી આપી દીધી હતી.

અલ્હાબાદ સંગ્રહાલયથી આ અંગે મળેલી માહિતી મુજબ 27 ફેબ્રુઆરી 1931ના રોજ પાર્કમાં ચંદ્રશેખર આઝાદ જાંબુના ઝાડની નીચે એક સાથી સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોઇની બાતમીના આધારે ડેપ્યુટી એસપી ઠાકુર વિશ્વેશ્વર સિંહ અને પોલીસ વડા જોન નોટ બાવરે આખા પાર્કને ધેરી લીધું હતું. બાવરે ઝાડ પાછળ છુપાઇને આઝાદ પર ગોળી વરસાવી હતી, જે તેમની જાંઘને ભેદીને નીકળી ગઇ હતી. બીજી ગોળી વિશ્વેશ્વર સિંહે ચલાવી, જે તેમના જમણી બાજુમાં વાગી હતી. ઘાયલ થવા છતાં આઝાદ ડાબા હાથે ગોળીઓ ચલાવતા રહ્યા. તેમણે સુખદેવ રાજને પણ ત્યાંથી ભગાડી દીધા અને પોલીસને સતત નિશાન બનાવતા રહ્યા. જ્યારે તેમની પાસે છેલ્લી ગોળી બચી તો તેમણે પોતાને લમણે ગોળી મારી જીવ આપી દીધો હતો. આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ તેઓ અંગ્રેજોના હાથમાં નહીં આવે. ‘અમર શહીદ ચંદ્રશેખર આઝાદ’ પુસ્તકના લેખક વિશ્વનાથ વૈશંપાયને પણ બાવરે તે દિવસે પ્રેસને આપેલા નિવેદનનો ઉલ્લેક કર્યો છે. જેમાં કહેવાયું છે કે આઝાદનું મૃત્યુ પોલીસની ગોળીથી થયું તે સ્પષ્ટ નથી.

આઝાદના મૃત્યુને 88 વર્ષ પછી પણ આજે એ રહસ્ય અકબંધ છે કે તેમના અંગે કોણે બાતમી આપી હતી. આ અંગે એક ફાઇલ લખનઉના સીઆઇડી વડામથકમાં હોવાનો દાવો કરાય છે. કહેવાય છે કે તેમાં પોલીસ વડા જોન નોટ બાવરનું નિવેદન નોંધાયેલું છે અને તેણે જણાવ્યું છે કે કોણે તેને આ અંગે બાતમી આપી હતી. જો કે આ અંગે અલ્હાબાદના કર્નલગંજ પોલીસ મથકે કેસ નોંધાયેલો હતો. આઝાદનો જન્મ 23 જુલાઇ 1906ના રોજ મધ્ય પ્રદેશનાં ઝાંબુઆ જિલ્લાના ભાબરા સ્થાને થયો હતો.અમિટ ઇતિહાસ
નોલેજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો