કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે થોડા સમય પહેલાં તુવેરનાં જથ્થામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે થોડા સમય પહેલાં તુવેરનાં જથ્થામાં ભેળસેળ મળતાં તેને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. જોકે હાલ આ સીઝ કરાયેલો જથ્થો તંત્ર દ્વારા સાચવવામાં ન આવતા હાલ બગડી રહ્યો છે. અને રખડતા પશુઓ માટે થઇને તે એક આશ્રય સ્થાન બની ગયો છે.

કેશાેદ માર્કેટયાર્ડ ખાતે ખેડુતાે પાસેથી ખરિદાયેલી ભેળસેળકાંડવાળી 3241 તુવેરની બાેરીઓને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવી છે ત્યારે શરૂઆતના 3 દિવસ પાેલીસ હાજર રહી બાદમાં છેલ્લા 14 દિવસથી આ જથ્થાે રેઢીયાળ હાલતમાં પડયાે છે. જેના ઉપર કુતરા, બિલાડા ધીંગામસ્તી કરી રહ્યા છે ઉપરાંત હાલ કમાેસમી વરસાદની શકયતા રહેલી હાેય અને જાે વરસાદ પડે તાે તમામ તુવેરના જથ્થાનાે નાશ થાય એમ છે તાે આ 90 લાખની તુવેર બગડે તેવી બેદરકારી બદલ જવાબદાર કાેણ ? શું સીઝ કરાયેલા જથ્થાનેે સુરક્ષિત ન રાખી શકાય, શું તેને રઝળવા દેવાે જાેઇએ ? તેવા સવાલાે વચ્ચે સરકારની બેજવાબદારી ભર્યુ વલણ આંખે ઉડીને વળગી રહ્યું છે એટલે જ તાે ખેડુત સમિતી દ્વારા આરાેપીને છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપાે થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...