તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામા બિન લાદેન જ્યાં માર્યો ગયો હતો, તે અબોટાબાદથી 50

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામા બિન લાદેન જ્યાં માર્યો ગયો હતો, તે અબોટાબાદથી 50 કિમી દૂર આવેલા બાલાકોટમાં જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના બધા આતંકીઓને પુલવામા હુમલા બાદ લવાયા હતા અને એર ફોર્સે ફાઇવ સ્ટાર રિસોર્ટ શૈલી જેવા આ કેમ્પ પર હુમલો કરી તેમનો સફાયો કરી દીધો. 2001માં સ્થપાયેલો આ કેમ્પ જૈશનું સૌથી મોટું ઠેકાણું મનાય છે. આ કેમ્પની દેખરેખ સૈફુર રહેમાન સૈફી રાખતો હતો, જે પાકિસ્તાનમાં થનાર આત્મઘાત હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયાના 11 દિવસ બાદ જૈશને જડબાતોડ જવાબ અપાયો છે. પશ્ચિમ અને મધ્ય કમાનના અનેક લડાકુ તથા અન્ય વિમાનોએ એકસાથે ઉડાન ભરી જેનાથી પાકિસ્તાની સંરક્ષણ અધિકારી મૂંઝવણમાં મુકાયા અને પછી તેમાંથી એક નાનકડા સમૂહે એલઓસી રેખાની પાર જઈને હુમલો કર્યો. ભારતે આજે જે કાર્યવાહી કરી તે કોઈ પણ સ્વાભિમાની રાષ્ટ્ર માટે સ્વાભાવિક છે. એ સંદેશ આપવો જરૂરી હતો કે આતંકી હરકતને અંજામ આપનારા કોઈ પણને છોડવામાં નહીં આવે. આતંકવાદને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા નઠારું રહ્યું છે. મુંબઈ હુમલાના સેંકડો પુરાવા આપ્યા બાદ પણ તે ના જ પાડતું રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ તે વિદેશી રાજદ્વારીઓને ત્યાં લઈ જઈ કોઈ અસર થયાની વાત નકારતું રહેલું અને આ વખતે પણ તે દાવો કરે છે કે પાકિસ્તાની એરફોર્સનાં વિમાનોએ ભારતીય વિમાનોને લક્ષ્યથી ઘણાં દૂર બોમ્બ છોડવા મજબૂર કર્યા. આ સ્થાયીરૂપે નકારાત્મકતામાં ફસાયેલા રાષ્ટ્રનાં લક્ષ્ણ છે પણ ભૂમિ સેનાની સર્જિકલ સ્ટ્રાઈકની તુલનાએ એરફોર્સની કાર્યવાહી વધારે વિઝિબલ હોય છે, તો અા વખતે પાક માટે તેને નકારવું મુશ્કેલ છે. પાકિસ્તાનના મંત્રી ડીંગો હાંકતા હતા અને પાક સેના બદલો લેવાની જે દોંગલી માનસિકતામાં છે તેને જોતાં આપણે વધારે આતંકી હુમલા વિરુદ્ધ સાવચેતી જાળવવી પડશે. એક તરફ જ્યાં આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે એવી મજબૂત સૈન્ય સુરક્ષા વિકસિત કરીએ કે કોઈ આપણી તરફ આંખ બતાવવાની હિંમત ન કરે. જ્યારે બીજી બાજુ આપણે યુદ્ધોન્માદથી પણ બચવું પડશે. આપણે રાજદ્વારી, કૂટનીતિક, આર્થિક અને સામરિક દૃષ્ટિએ એવી સ્થિતિ સર્જવી પડશે કે પાકિસ્તાન આતંકવાદને પોતાની વિદેશ તથા રણનીતિના ભાગરૂપે ઉપયોગ કરતાં પહેલા સો વખત વિચારવું પડે.પાકિસ્તાન આતંકીઓનું ઉછેર કેન્દ્ર તરીકે બદનામ થઈ ગયું છે ત્યારે ભારતના હવાઈ હુમલાને મોટા ભાગના દેશો તરફથી સમર્થન સાંપડ્યું છે. પાકિસ્તાની સરકાર અને સૈન્ય પોતાની તંગડી ઊંચી રાખવા માટે પુરજોશમાં પ્રયાસો કરી રહ્યા છે, છતાં તેમની હલચલ અને હાવભાવ પરથી સ્પષ્ટ છે કે તેમને જોખમનો અંદાજ આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો