તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાદોઈ ટોલનાકા મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાદોઈ ટોલનાકાના 20 કિમીની ત્રિજ્યા આવતા ગામોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે થોડા દિવસ પહેલા કેશોદ વેપારી મહામંડળ દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જેમને સમર્થન પણ મળી રહ્યું હતું. પરંતુ હવે આ આંદોલન અચાનક સમેટાય જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, આ આંદોલનમાં વેપારી મહામંડળને ભાજપરૂપી ગ્રહણ લાગ્યું છે. અને રાજકીય દબાણ આવતા જ આ આંદોલનનો અંત આવ્યો છે તેમ કહી આ આંદોલનને ફરી શરૂ કરી 20 કિમિની ત્રિજ્યામાં આવતા લોકોને ન્યાય આપવાની માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, વેપારી મહામંડળે શરૂ કરેલા આંદોલનમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રાવેલ્સ એસોસિએશન તેમજ તમામ રાજકિય પક્ષોએ આંદોલન શરૂ કરતાં ભારે સમર્થન મળ્યું હતું. પરંતુ અચાનક ચક્કાજામ કાર્યક્રમ રદ્ કરાતાં આંદોલનને લઇને રાજકિય હસ્તક્ષેપ થયો હોવાના આક્ષેપ શરૂ થયા છે. જ્યારે કેશાેદ વેપારી મહામંડળના પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, ટોલટેક્ષ માફી માટે આંદોલન શરૂ જ રહેશે. આંદોલનને તેજ બનાવવા ચક્કાજામ તેમજ ચુંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો યોજાશે જેની રણનીતી ટુંક સમયમાં ઘડાશે તેમ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો