મારા શહેરનો મિજાજ એવો છે કે જ્યારે ગરમીનો પારો 40ની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારા શહેરનો મિજાજ એવો છે કે જ્યારે ગરમીનો પારો 40ની આસપાસ પહોંચે છે તો આકાશમાંથી પાણી વરસવાનું શરૂ થઈ જાય છે.ચંદીગઢ તેના શહેરવાસીઓને ગરમીનો તાપ વધુ સમય સહન નથી કરવા દેતું. હરિયાળી અને ખુશહાલી તેનું કલ્ચર છે. હમણા ત્રણ દિવસ પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સેક્ટર-38માં રેલી હતી ત્યારે જોરદાર પવન ફૂંકાયો અને પછી ધોધમાર વરસાદ વરસ્યો. જોકે લોકો સભાનો મંડપ છોડીને ભાગ્યા નહીં અને વરસતાં વરસાદમાં ભાષણ સાંભળ્યું. આ સમયે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 23મીએ પણ આવી જ આંધી આવશે. તેમના આ વાક્ય પાછળનો સંકેત એવો હતો કે આ વખતે પહેલાં કરતાં ચંદીગઢમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે.

યુપીએ-2માં રેલમંત્રી રહી ચૂકેલા પવનકુમાર બંસલ પર કોંગ્રેસે વિશ્વાસ મૂકતાં તેમને મેદાને ઉતાર્યાં છે. કોંગ્રેસે પવન બંસલનું નામ શરૂઆતની જ ઉમેદવારની યાદીમાં આપી દીધું હતું. જોકે બંસલે નામ જાહેર થયાના એક વર્ષ પહેલાં જ તૈયારી કરી લીધી હતી. ટિકિટની જાહેરાત બાદ તેમણે વધુ સક્રિયતા દાખવી. તો બીજી તરફ ભાજપની વાત કરીએ તો તે કિરણ ખેરનું નામ એ રીતે ટાળતી રહી કે છે કે તેમનું નામ 26મી ઉમેદવારોની યાદીમાં જાહેર કર્યું. 21 દિવસ સુધી ચંદીગઢના લોકો અવઢવમાં હતા કે કિરણને ટિકિટ મળશે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય ટંડનને મળશે. અંતિમ ઘડી સુધી ટંડનનું નામ પણ ચર્ચામાં હતું. રાત્રે કિરણ ખેરનું નામ જાહેર થયું. આ 21 દિવસના સમયગાળામાં ભાજપના કેટલાક નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. પાર્ટીનું એક જૂથ એક વર્ષથી ટંડનની વકીલત કરતું હતું. જોકે કિરણ ખેરના નામની જાહેરાત થતાં તેમણે કેમ્પેનમાં રસ લેવાનું છોડી દીધું. આ કારણની અનુપમ ખેરે ન્યુયોર્કથી આવીને પ્રચાર અભિયાનમાં ભાગ લેવો પડ્યો. જોકે તેઓ પણ જનસભામાં ખાસ ભીડ એકઠી ન હતી કરી શક્યાં. અમિત શાહની જનસભામાં પણ ખાલી ખુરશીઓ જોવા મળી હતી તે પણ બે-ચાર દિવસ માટે મીડિયામાં ચર્ચાનો વિષય રહ્યો.સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કિરણ ખેરના જીતના રસ્તામાં ઘણી અડચણી છે. સ્થાનિક કાર્યકરો પણ તેમની સાથે નથી. 2014માં કેટલાક લોકોએ સાથ છોડી દીધો. ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા હરમોહન ધવન ત્યારે કિરણ ખેરની સાથે હતા અને તેમને તેની બહેન કહેતા હતા. જોકે ધવન હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.

એક સમય હતો જ્યારે ચંદીગઢની આસપાસનાં ગામડાં અને ચંદીગઢમાં ધવનનો સારો પ્રભાવ હતો. જોકે હવે તેમનો કે તેમની પાર્ટી આમ આદમીનો પણ એટલો પ્રભાવ જોવા નથી મળતો. જોકે એ વાત નિશ્ચિત છે કે ધવનને જેટલા વધુ વોટ મળશે, બંસલની સ્થિતિ એટલી જ નબળી બનશે. તો શું ધવનની મજબૂત સ્થિતિ કિરણ ખેરને જીતાડી શકશે? જોકે ચંદીગઢ પોલિટિક્સને નજીકથી સમજનાર આવું નથી વિચારતાં.

અન્ય સમાચારો પણ છે...