તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણા હાથમાં મોદી-શાહ(હુકમનો એક્કો)-સીતારમણનો ટ્રાયો, મૂડીઝને અવગણીને જયશ્રી રામ કહીને તેજી તો થશે જ!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપે સાકી તૈયાર છે, શેરબજારરૂપી મયખાનામાં મદહોશીનો આલમ છે એટલે સાકી રામનું નામ લઇને, અલ્લાહની ઇબાદત કરીને અને ગાંધીજીના ઇશ્વરઅલ્લાહ તેરો નામનો પોકાર કરીને આ સપ્તાહે જામને હોઠ સુધી પહોંચાડી શેરઆંકોને નવી ઊંચાઇએ પહોંચાડી દે એવું જણાય છે. મંઝીલ તય છે, મુકદ્દર તમારા હાથમાં છે.મોદી ટૂમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મળા સિથારમણનો ટ્રાયો પોતાના જ શાસનકાળના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દેશને નિરંતર પ્રગતિના પંથે લઇ જવા કટીબદ્ધ છે તેમાં શેરબજારના આંકો તો રેકોર્ડ બ્રેક થવાના જ છે. મોદી સરકારે સત્તાના 2જા પાંચ વર્ષમાં પોતાના જ રેકોર્ડ બ્રેક કરી આગળ વધતા જવાનું છે. શેર બજારો અર્થતંત્રના બેરોમીટર ગણાય અને શેરઆંકો આ બેરોમીટરના પોઇન્ટર્સ! સેન્સેક્સે શુક્રવારે 40749.33નો નવો ઉચ્ચાંક સ્થાપી નવી ભ્રમણકક્ષામાં યાત્રા ચાલુ રાખી છે. વાયદામાં રમનારાઓને એ સવાલ સતાવે છે કે નિફ્ટી કેમ સેન્સેક્સની જેમ નવા હાઇ નથી દેખાડી શક્તો? નિફ્ટી કેશ આંકે 3જી જૂન 2019ના રોજનો 12103.05નો, નિફ્ટી વાયદાએ તે જ દિવસનો 12118નો, બેન્ક નિફ્ટી કેશે 31-05-19નો 31783.60નો અને બેન્ક નિફ્ટી વાયદાએ પણ તે જ દિવસના 31815.45ના ઓલટાઇમ હાઇ વટાવવાના બાકી છે. આ દોઢ ટકા જેટલી નિફ્ટીની દૂરી અને સાડાત્રણ ટકા જેટલી બેન્ક નિફ્ટીની ઐતિહાસિક હાઇથી દૂરી હાથમાંના જામથી હોઠ જેટલી જ દૂરી ગણાય અને એ જામ હોઠ સુધી જરૂર પહોંચવાનો છે, તેમાં શેરબજારના આંકો તો રેકોર્ડ બ્રેક થવાના જ છે. આંતર રાષ્ટ્રીય એજન્સી મૂડીઝે ઇન્ડીયાનું રેટિંગ સ્ટેબલથી ઘટાડી નેગેટિવ ભલે કર્યું હોય, એના રેટિંગ ફેરફારોની આપણા શેરબજારો પર ખાસ અસર ન થતી હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે, તેથી મુડીઝને તેના મુડ પ્રમાણે કામ કરવા દો, આપણે આપણું કામ કરીએ.

સોનામાં વેઇટ એન્ડ વોચ
ગયા સપ્તાહે અત્રેથી જણાવાયું હતુ કે સોનાના ઇન્ટરનેશનલ ચાર્ટ પર સપ્ટેમ્બર 2019ના ટોપથી શરૂ થતી રેસીસ્ટન્સ લાઇન ઉપર હજૂ સ્પષ્ટ બ્રેકઆઉટ આવ્યુ નથી, શુક્રવારે આં. રા. બજારમાં સોનુ ગગડીને 1458 ડોલર આસપાસ આવી ગયું છે. એમસીએક્સ મિની ગોલ્ડ વાયદો 36750નો સપોર્ટ પણ તોડી 36437, 35075 કે 34726 સુધી જઇ શકે છે, તો સોનામાં રોકાણ કરવું હોય કે પોઝીશન લેવી હોય તો થોભો અને રાહ જૂઓની નીતિ બેટર રહેશે.

માર્કેટ ઇકોનોમિ
કનુ જે દવે

લાભ પાંચમના લાભ
1 ગયા સપ્તાહે જણાવેલ “એમએસટીસીએ શુક્રવારે રૂ. 121.45નો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. રૂ. 70થી રૂ. 110ની રેન્જમાં ઉપસેલ એસેન્ડીંગ ટ્રાયેંગલનું ચાર્ટચિત્ર બીજા રૂ. 40-50ના જમ્પની સંભાવના દર્શાવે છે.100 રૂ. નો સ્ટોપલોસ રાખી રોકાણ કરો તો રિસ્ક રિવોર્ડ 10ના નુક્શાને 40નો લાભ દર્શાવે છે!” 115-20માં લેનારાઓને રૂ. 160 ઉપરાંતનો ભાવ 1 સપ્તાહમાં જ મળી ગયો થયોને 10ના જોખમે 40નો લાભ, લાભ સવાયા!!

2 ડિમાર્ટનો શેર હજૂ 1950-2000માં મળે છે, લાભ પાંચમે જણાવેલ ટારગેટ 2200+નું છે. 10 ટકા લાભની સંભાવના ખુલ્લી છે.

3 આઇસીઆઇસીઆઇ પ્રુડ. રૂ. 500ના સ્ટોપલોસે લોંગટર્મ પોર્ટફોલિયોમાં લેતા જવાની ગત અંકની ભલામણ અકબંધ છે.

પ્રાઇવેટ બેન્કોની બોલબાલા પણ કોને યસ કોને નો?
એનએસઇનો પ્રાઇવેટ બેન્કનો આંક શુક્રવારે 0.71 ટકા, છેલ્લા 30 દિવસમાં 5.60 ટકા અને 365 દિવસમાં 16.78 ટકા સુધર્યો છે.

આ આંકના ઘટકોમાંના યસ બેન્કને આ ભાવે રોકાણ કરવા માટે નો જ છે. માત્ર 10 ટકા ડિલીવરીનું કામકાજ સટ્ટાખોરીનો જ નિર્દેશ કરે છે. કરેક્શનમાં મોટા મોટા નામ વાળા લેવા આવે છે કે નહીં એ જોયા પછી જ રોકાણ કરવું.

આરબીએલ બેન્કમાં પણ યસ બેન્ક જેવો જ ઘાટ છે. રોકાણ ન કરાય.

ઇન્ડસઇન્ડ બેન્કમાં ડિલીવરી લેવાઇ રહી છે, પણ ચાર્ટ પરનું ચિત્ર ખાંચરા સાથેની તેજીનો નિર્દેશ કરે છે તેથી ડિલીવરી લેવી હોય તો પણ કડક સ્ટોપલોસ રાખવો. સોમવારે 1323, બુધવારે 1330, ગુરૂવારે 1337 અને શુક્રવારે 1344નો સ્ટોપલોસ ફોલો કરવો, આ લેવલ તૂટતા તેજી આભાસી હતી એવું માનીને દૂર થઇ જવું.

આઇસીઆઇસીઆઇ બેન્કે રૂ. 496નો નવો ઐતિહાસિક હાઇ બતાવ્યો છે. દૈનિક ચાર્ટ પર બનેલી ચેનલની અપર લાઇન સોમવારે 530, બુધવારે 533, ગુરૂવારે 536 અને શુક્રવારે 539નું ટારગેટ આપે છે. એમએસસીઆઇ આંકમાં આવેલા ફેરફારોના પગલે નિકળેલી લેવાલીના યુફેરિયામાં આ લેવલો આવે તો થોડો નફો અંકે કરવામાં શાણપણ ગણાશે.

કોટક મહીન્દ્ર બેન્કમાં સારા પ્રમાણમાં ડિલીવરી માર્ક થાય છે. સોમવારે 1605 વટાવે તો 1570ના સ્ટોપલોસે લેવું. 1633 ક્રોસ કરતાં 1683નો ઓલ ટાઇમ હાઇ વટાવવા દોટ મુકશે.

ડિલીવરી પ્રમાણ જોતાં સીટી યુનિયન બેન્ક રૂ. 215 વટાવે તો થોડી ડિલીવરી લેવી. 223-24ની ઉપર નિકળતા 227નો ઓલ ટાઇમ હાઇ ક્રોસ કરી શકે છે.

એચડીએફસી બેન્ક ઘૂંટાઇ રહ્યો છે, આ શેરે તેજીની લાંબી મજલ કાપવાની બાકી છે તેથી લોંગટર્મ પોર્ટફોલિયોમાં રોકાણ વધારતા જવામાં જ સાર છે. જયશ્રી રામ , ઇશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન....

અન્ય સમાચારો પણ છે...