તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન લેવાયા, કુમકુમનાં ચાંદલે ભૂદેવે લખી કંકોત્રી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષમણીજીના લગ્નની ધામધૂમ પૂર્વક કંકોત્રી લખવા માં આવી હતી.માધવપુર ના માધવરાયજી ના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિર ના સેવક શ્રી રૂચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રદ્ધાળુઓ ઢોલ નગારા ના તાલ સાથે વાજતે ગાજતે મધુવન માં શ્રી રૂક્ષમણી માતાજી ના મઠે 5 વાગ્યે ફૂલડોળ જુલવા ભગવાન શ્રી કૃષ્ણ ને પરંપરાગત ઝુલાવા પધાર્યા હતા, અબીલગુલાલના રંગો થી એક બીજા ને રગવા માં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ના પચીસ વાના ના લગ્ન ની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી, આગામી ચેત્ર મહિનાની ચેત્ર સુદ રામનોમનાં દિવસે શ્રી રૂક્ષમણી માતાજી નું તેના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે 11 કલાકે કરવા માં આવશે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ના નિજમંદિરેથી રાત્રી ના 9 કલાકે વરણાગીં ઢોલનાગરા સથે દાંડિયા રાસ ની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી ત્રણ દિવસ ચેત્ર સુધ નોમ દસમ અને અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ નું વરણાગી (ફૂલેકુ) નીકળશે, ત્યાર બાદ ચૈત્ર સુદ 12 ને દિવસે કન્યાપક્ષ ના મહત સુધીરભાઈ નિમાવત દ્વારા સામૈયું લઈને ભગવાન શ્રીકૃષ્ણ ના મહંતને વિધિવત જાન લય ને આવા માટે અમત્રિત કરવા માં આવશે. ત્યાર બાદ જાન નું આગમન સજના 6 કલાકે થશે, ચૈત્ર સુદ 12 ની રાત્રી ના ભગવાન શ્રીકૃષ્ણ ના 4 ફેરા ફેરવામાં આવશે, ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણી માતાજી લગ્ન થી વિધિવત જોડાશે, ભગવાન લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળા નું આયોજન કરવામાં આવશે. તસવીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો