તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવ હિન્દુવાદના પ્રણેતા: સ્વામી વિવેકાનંદ (1863-1902)

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘મારા દેશના યુવાનો તમારે રામનામ જપવાની કોઈ જરૂર નથી, તમે ફૂટબોલ રમો કારણ શક્તિ એ જીવન છે અને દુર્બળતા એ મૃત્યુ છે. 19મા સૈકામાં પશ્ચિમના સુધારાના વાવાઝોડા વચ્ચે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત વાત કરી. અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં જન્મેલા વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત અને પિતા કલકત્તા હાઇકોર્ટેમાં વકીલ હતા. બીએ કર્યા પછી ઇશ્વરની શોધ માટે રામકૃષ્ણ પરમહંસના શરણે ગયા અને ગુરુ-શિષ્યની અમર જોડી ઇતિહાસના ચોપડે અસ્તિત્વમાં આવી. ગુરુ રામકૃષ્ણ પરમહંસના વિચારોનો પ્રસાર કરવાનું બીડુ ઊઠાવ્યું. અદ્્ભુત સ્મરણ શક્તિ ધરાવતા વિવેકાનંદે ભારતીય અને પશ્ચિમના દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આ પૃષ્ઠભૂમિ પર તેઓએ વિશ્વને વેદાંત અને યોગ ફિલસૂફીથી અવગત કરાવ્યું હતું. રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ વિશે સ્વામીજીએ ગહન ચિંતન રજૂ કર્યુ છે. વિવેકાનંદે 1893માં વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં આપેલા વ્યાખ્યાનો આપ્યા પછી વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનો જન્મદિન યુવા દિવસ તરીકે ઉજવાય છે. અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા હતા. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, નવહિન્દુવાદનો ઝંડો બુલંદ કરનાર વિવેકાનંદનું 4 જુલાઈ 1902ના રોજ અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો