વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ટીમનું સિલેક્શન આજે થવાનું હતું, હવે રવિવારે થશે

Div News - the indian team for the west indies tour was to be held today now it will be on sunday 091015

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST

3 ઓગસ્ટથી ભારતીય ટીમનો વિન્ડીઝ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે, જ્યાં 3 વન-ડે, 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમના હાર્યા બાદ ભારતીય ટીમની આ પ્રથમ સીરિઝ રહેશે. પ્રવાસ માટેની ટીમનું સિલેક્શન શુક્રવારે થવાનું હતું. પરંતુ ગુરુવાર સાંજે BCCIએ સિલેક્શન કમિટીની બેઠક 2 દિવસ માટે ટાળી દીધી. હવે સિલેક્શન રવિવારે થશે. વર્લ્ડ કપની હાર બાદ સિલેક્શન સાથે જોડાયેસા સમીકરણ ઝડપથી બદલાયા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે 74 ટકા મેચ જીતી છે, 1 ખરાબ મેચના કારણે તેની કેપ્ટન્સી જવી મુશ્કેલ છે. તે અને રોહિત શર્મા આરામ પણ નહીં કરે. બંને આ પ્રવાસ પર જશે. એવામાં સૌથી વધુ ફોક્સ ધોનીના ભવિષ્ય પર છે. આરામના નામ પર તે વિન્ડીઝ પ્રવાસમાંથી પોતાનું નામ પરત લઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ હવે રિષભ પંતને જ ગ્રૂમ કરવા માગે છે.

ધોની જ પોતાનું નામ પરત ખેંચી શકે છે, ટીમ મેનેજમેન્ટ હવે પંતને જ ગ્રૂમ કરવા માગે છે

ત્રણ વાતો, જેની પર સિલેક્શન કમિટીની બેઠકમાં સૌથી વધુ ચર્ચા થઈ શકે છે

સંપૂર્ણ ફોક્સ માહી પર....

1.ધોનીનું ભવિષ્ય : પ્રથમ પસંદ નહીં, પરતું પંતને ગ્રૂમ કરશે

મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લે 2 વર્ષમાં 45ની એવરેજ અને 80ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. વર્લ્ડ કપમાં તેણે વિકેટકીપર તરીકે 20થી વધુ બાઈના રન આપ્યા છે. બોર્ડ તરફથી સંકેત મળી ચૂક્યા છે કે ધોની હવે ટીમના ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર રહેશે નહીં. પરંતુ બોર્ડ એ પણ માને છે કે ધોનીના વિકલ્પ તરીકે જોવામાં આવતા રિષભ પંત સહિતના યુવા ખેલાડીઓ માટે ધોનીની હાજરી જરૂરી છે. આ માટે શક્ય છે કે ધોની વિન્ડીઝ પ્રવાસ બાદ મોટાભાગના સમયે 15 સભ્યની ટીમમાં તો જોવા મળે પરંતુ પ્લેઈંગ-11માં નહીં હોય. આ કારણે હાલ તેની નિવૃત્તિ અંગેના કોઈ સમાચાર સામે આવ્યા નથી. હાલ વિન્ડીઝ પ્રવાસમાંથી ધોનીનું નામ પરત લેવું લગભગ નિશ્ચિત છે.

2. કોહલીની કેપ્ટન્સી: હટવું મુશ્કેલ, ભારતમાં સ્પ્લિટ કેપ્ટન્સી નથી ચાલતી

વિરાટ કેપ્ટન પદેથી હટે તો વિકલ્પ રોહિત શર્મા છે. રોહિતના નેતૃત્ત્વમાં ભારતે 10 માંથી 8 વન-ડે મેચ જીતી છે. પરંતુ ભારતમાં સ્પ્લિટ કેપ્ટન્સી ફોર્મ્યૂલા નથી. આ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ એક ફોર્મેટ રમનાર કેપ્ટન બીજા ફોર્મેટમાં રમતું જ ના હોય. 2007-08માં કુંબલે ટેસ્ટ અને ધોની વન-ડે કેપ્ટન હતો. ત્યારે કુંબલે વન-ડે રમતો નહોતો. 2014 થી 2016 સુધી ધોની વન-ડે અને કોહલી ટેસ્ટ કેપ્ટન હતો. ત્યારે ધોની ટેસ્ટ રમતો નહોતો. કોહલી-રોહિતમાં આમ શક્ય નથી.

3. મિડલ ઓર્ડરની સમસ્યા: મનીષ

પાંડે, શ્રેયસ, મંયક અગ્રવાલની દાવેદારી

ભારત-એ તરફથી રમતા વિન્ડીઝ-એ માટે શ્રેયસ અય્યરે એક અડધ સદી ફટકારી, એક મેચમાં 47 રન કર્યા. શુભમન ગિલે 2 અડધી સદી ફટકારી છે. મનિષ પાંડેએ પણ 1 સદી ફટકારી છે. આ ત્રણેયની ટીમમાં સિલેક્ટ થવા માટે મજબૂત દાવેદારી છે. ખાસ વાત એ છે કે ત્રણેય મિડલ ઓર્ડરમાં રમી શકે છે અને ભારતની મોટી સમસ્યા મિડલ ઓર્ડરની જ છે. કેદાર, કાર્તિકનું સિલેક્શન થાય છે કે નહીં તેની પર સૌની નજર રહેશે.

કોચ સિલેક્શનની પ્રક્રિયાથી દૂર રહેશે વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના કોચ એ સપોર્ટ સ્ટાફની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. જે 30 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. કોચ પદ માટે રવિ શાસ્ત્રીનું ફરીવાર અરજી કરવું લગભગ નિશ્ચિત મનાય છે. વર્લ્ડ કપમાં હાર બાદ પણ શાસ્ત્રી પોતાનું પદ બચાવવામાં સફળ રહી શકે છે. બોર્ડ એવું માને છે કે કોચ પદે રહેતા તેણે એવું કંઈ ખરાબ નથી કર્યું જેનાથી તેની હકાલપટ્ટી કરાય. કોહલીની શાસ્ત્રી સાથે સારી બોન્ડિંગ છે. પરંતુ કોહલી આ વખતે કોચ સિલેક્શનની પ્રક્રિયાથી દૂર રહેશે. જોકે તેની પાસે સૂચન માગવામાં આવે અને તે શાસ્ત્રીને સિલેક્ટ કરે તો બોર્ડ માટે તેની વાતને કાપવી સરળ નહીં હોય.

વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ

ટી-20 :
3, 4 અને 6 ઓગસ્ટ

વન-ડે : 8,11 અને 14 ઓગસ્ટ

ટેસ્ટ : 22 અને 30 ઓગસ્ટથી

X
Div News - the indian team for the west indies tour was to be held today now it will be on sunday 091015
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી