દરબારગઢની વાડીમાં કપાસ જોવા ગયેલી ખેડૂત દીકરીએ સાવજ જોયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા પંથકમાં સાવજ આવ્યાને આજે 12 દિવસ થઇ ગયા છે. અત્યાર સુધી તેનું લોકેશન મળતુ ન હતુ. પરંતુ બુધવારની સાંજે ચોબારીથી અંદાજે 20 કિમી દૂર આવેલા રેશમીયા ગામની સીમમાં દરબારગઢની વાડીમાં સાવજ દેખાયા હતા. આમ 11 દિવસ બાદ ફરીથી ચોટીલા પંથકમાં જ સાવજ દેખાતા આ સાવજ અહીયા જ રહે તેવુ ચોક્કસ પણે માનવામાં આવી રહ્યુ છે. પાંચાળની ભુમી ઉપર વર્ષો બાદ સિંહે ઘર વાપસી કરીને ઠેઠુકી ગામમાં મારણ કર્યાનું બહાર આવ્યું હતું ત્યારે બુધવારની સાંજે આ જ બે સાવજ રેશમીયા દરબારગઢના અમરદિપભાઇ ખાચરની વાડીએ દેખાયા હતા. જે જોતા એ વાતની તો સાબીતી મળી ગઇ હતી કે હજુ પણ આ સાવજ બેલડી ચોટીલા પંથકમાં જ છે.

આમ તેમને આ વિસ્તાર પસંદ હોવાનું સ્પષ્ટ પણે જણાઇ રહ્યુ છે. સિંહ અત્યાર સુધીમાં છ જેટલા મારણ કર્યા છે. સામાન્ય રીતે તે આટલા મારણ કરતો નથી પરંતુ તેણે જયારે જયારે મારણ કર્યા ત્યારે લોકોએ તેને શીકાર ખાવા દિધો નથી. આથી તેણે વધુ મારણ કર્યા છે. બંન્ને સિંહ એકદમ તંદુરસ્ત હોવાનું પણ ફોરેસ્ટ વિભાગે જણાવ્યુ હતુ. ચોટીલા પંથકના લોકોએ આવી રીતે સિંહને ખુલ્લામાં પહેલી વાર જોયા છે. આથી ગીરના ગામડાના લોકોની જેમ તેઓ સાવજ સાથે રહેવા ટેવાયેલા નથી. સાવજ આવવાથી ખેડૂતો અને પશુપાલકોને પણ ફાયદો જ છે. આથી તેમને પ્રથમ સિંહ વિશે સમજણ અને લાઇટ જેવી સગવડતા આપવી ખાસ જરૂર છે. આ પંથકમાં સાવજની અવરજવરને બે સપ્તાહથી વધુ સમય થઇ ગયો છે અને હજુ સુધી સાવજે કોઇને રંજાડ્યા હોવાનો કોઇ જ બનાવ સામે આવ્યો નથી ત્યારે વનતંત્રને તો હાશકારો થયો જ છે સાથે-સાથે લોકો પણ ધીમે-ધીમે સાવજના સહ: અસ્તિત્વને સ્વિકારતા થઇ ગયા છે.

વિસ્તાર પસંદ છે, જવુ હોય તો પાછા જતા રહે
આ અંગે વન્ય જીવના અભ્યાસુ હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું કે, સિંહ ખુબ જ ચાલાક પ્રાણી છે. તે જે રસ્તે ચાલીને આવે ત્યા પોતાના પેશાબની ગંધ છોડતો આવે છે. ચોટીલા પંથકમાં આવેલા બંને પાઠડાને આ વિસ્તાર અનુકુળ આવી ગયો છે. અને આથી જ આટલા દિવસ અહીયા રોકાયા છે.

મારી દીકરીએ 10 ફૂટ દૂરથી સાવજ જોયા
 અમે રેશમીયા દરબારગઢની વાડી ખેડીએ છીએ બુધવારે સાંજે મારી 15 વર્ષની દિકરી શોભના કપાસમાં આંટો મારવા ગઇ ત્યારે તેનાથી માત્ર 10 ફૂટ જ દૂર સાવજ ઉભા હતા. પહેલા સાવજે કેસવાળી ખંખેરી પછી પુંછડી ઉચી કરી ડણક દેતાની સાથે મારી દિકરીના મોઢામાંથી ચીસ નીકળી ગઇ હતી. દેકારો થતા અમે ત્યા ગયા તો સિંહ જતા રહ્યા હતા. ધીરાભાઇ, દિકરીના પિતા

અન્ય સમાચારો પણ છે...