ડી પ્રદેશમાં ફરી ગંભીર સંઘર્ષના વાદળો ઘેરાઇ રહ્યા છે. સાઉદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડી પ્રદેશમાં ફરી ગંભીર સંઘર્ષના વાદળો ઘેરાઇ રહ્યા છે. સાઉદી અારબે તેના બે ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવાની વાત કહી છે અને સંયુક્ત આરબ અમીરાતે પણ તેના જહાજો પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. સંકેત ઇરાન તરફ છે. જો કે ઇરાને જોરદાર રીતે આ હુમલામાં કોઇ પણ પ્રકારનો તેનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેના બીજ અમેરિકાએ ભારત ભરના દેશો પર ઇરાનથી ક્રૂડ ખરીદવા સામે લાદેલા પ્રતિબંધથી રોપાયા હોવાનું નકારી શકાય નહીં. જેના લીધે ખાડી દેશોના ઓઇલ ટેન્કરો પર હુમલાઓની ઘટના શરૂ થઇ છે. આ ઘટનાઓને લીધે ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ વધી ગયો છે. આ નવા સંકટને કારણે વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતાને પણ જોખમની સ્થિતિ સર્જાઇ છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા છે, ઇરાન તેમની આંખમાં ખૂંચતુ રહ્યું છે. પહેલાં તેમણે માજી પ્રમુખ બરાક ઓબામાં અને અન્ય દેશોની મદદથઈ ઇરાન સાથે થયેલા પરમાણુ કાર્યક્રમ અંગેની સમજૂતિને રદ કરી દીધી અને પછી પ્રતિબંધો દ્વ્રારા ઇરાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું. હાલના દિવસોમાં અમેરિકાના વલણમાં ઇરાન અંગે આવેલી આક્રમક્તાની પાછળ વિદેશમંત્રી માઇક મોમ્પિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો હાથ હોવાનું કહેવાય છે. અમેરિકાને લાગે છે કે સંપૂર્ણ આરબ જગતમાં ઇરાનની ધીરે-ધીરે વધી રહેલી શાખ, ઇઝરાયેલ વિરુદ્ધ તેનું આક્રમક વલણ અને કોઇ પણ હદ સુધી જવાની તૈયારીને જોતા ઇરાન તેના અને તેના સાથી દેશો માટે મોટું જોખમ છે. બીજી બાજુ ઇરાનને લાગે છે કે અમેરિકાની કુટિલ ચાલો અને ખાડીમાં તેની હાજરીએ ખાડીમાં દાયકાઓથી અસ્થિરતા સર્જી છે. સ્પષ્ટ છે કે બંને દેશો એક બીજાને પડકારો આપવાના મૂડમાં છે અને બેમાંથી એકેય પહેલાં નમવા તૈયાર નથી. તેથી વધુ એક ખાડી યુદ્ધની સંભાવના બળવત્તર બની છે તે સમજી શકાય છે. ઇરાનની ક્રૂડની આયાત અંગે અમેરિકાએ આપેલી છૂટ ખતમ થવાના સંકટનો ભારત હજુ સામનો કરી જ રહ્યો છે કે તેની ઊર્જા સુરક્ષા માટે વધુ એક પડકાર ઊભો થયો છે. સાથે સાથે ખાડી દેશોમાં વસતા મોટી સંખ્યામાં રહેતા ભારતીયોની પણ ચિંતા થઇ રહી છે. ભારત-ચીન સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થા મંદ પડી રહી છે. આવી સ્થિતિમાં વૈશ્વિક ઓઇલ માર્કેટમાં કોઇ પણ અડચણ વિશ્વ અર્થતંત્ર માટે હાનિકારક થશે. સારું થશે કે ભારત સહિત વિશ્વની મોટી તાકાતો હસ્તક્ષેપ કરી ખાડી પ્રદેશમાં તણાવ ઘટાડવની સાથે અમેરિકા-ઇરાન સંઘર્ષને ટાળવા માટે પ્રયાસો કરે. નહીંતર ભારત સહિત ઘણા દેશોમાં ઊર્જા સંકટ સર્જાઇ શકે છે. આમ પણ ક્રૂડના વધી રહેલા ભાવોને કારણે આગામી થોડા દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ભડાકો થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.

ખા
અન્ય સમાચારો પણ છે...