તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટે 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા, હજુ એક શખ્સ પોલીસની પકડથી બહાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદ ખાતે એસબીઆઇના એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદના બહાને એટીએમ સ્વાઇપ કરી ગુપ્ત વિગતાે મેળવી માેટી રકમ ઉપાડી લેનાર યુપીના 4 અજાણ્યા સખ્શાેને જૂનાગઢ સાયબર ક્રાઇમે પકડી પાડી કેશાેદ પાેલીસને હવાલે કર્યા હતાં જયારે અન્ય 1 ફરાર થયાે હતાે. કાેર્ટે 4 સખ્શાેના 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. કેશાેદમાં સેન્ટ્રીંગ મજુરીકામ કરતા અને પ્રજાપતિ સાેસાયટીમાં રહેતાં અજય મનસુખભાઇ ભરડવા પાેતાના એસબીઆઇ ખાતામાંથી વેરાવળ રાેડ પર આવેલ એટીએમ મારફત પૈસા ઉપાડવા એટીએમમાં પ્રવેશી પૈસા ઉપાડવા પ્રયત્ન કરે છે પરંતુ ઉપડતા નથી ત્યારે પાછળ ઉભેલા 4 અજાણ્યા સખ્શાે મદદ કરવાના બહાના હેઠળ એટીએમને હાથમાં લઇ હાથમાં રહેલ મશીનમાં સ્વાઇપ કરી એટીએમની તમામ જાણકારી મેળવી રાત્રીના બે તબકકે 59,500 જેવી રકમ ઉપાડી લે છે. જે મુદ્દે કેશાેદ પીઆઇ ડી. જે. ઝાલાએ ફરીયાદ નાેંધી સાયબર ક્રાઇમ જૂનાગઢને તપાસ સાેંપી હતી. જેના આધારે સાયબર ક્રાઇમે સાેમનાથ થી વંથલી જતી કારને અગતરાય રાેકી શંકા આધારે મુળ યુપીના અને વેસ્ટ મુંબઇ ખાતે રહેતા વિનય બંગાલી ગુપ્તા, વિનાેદ મુન્નાલાલ વર્મા, સુનિલ રામબરન વર્મા તેમજ રાઘવેન્દ્ર ઉર્ફે ભાેલાે રામકિશાેર યાદવને પકડી પાડી પુછપરછ કરતાં કેશાેદમાંથી એટીએમ મારફત પૈસાની છેતરપીંડીનાે કર્યાનાે ગુન્હાે કબુલ્યાે હતાે અને કેશાેદ પાેલીસને સાેંપી દેવામાં આવ્યા હતા આમાનાે અન્ય અમીત વિજયનાથ પાંડે ફરાર થયાે હતાે પકડાયેલા 4 સખ્શાેને કાેર્ટે 2 દિવસના રીમાન્ડ આપ્યા છે. આગળની તપાસ કેશાેદ પીએસઆઇ એમ. જી. બાલસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...