તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના ઝીંકિયાળી ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા રંગીન મિજાજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીના ઝીંકિયાળી ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા રંગીન મિજાજી કાકા ભત્રીજા અને તેના એક મિત્ર બે દિવસ પૂર્વે એક યુવતી સાથે ગામની એક વાડીમાં શરીર સુખ માણ્યું હતું. આ દરમિયાન એક કારમાં ત્રણ શખ્સ આવી પહોંચ્યા હતાં અને પોતે પોલીસ હોવાનું જણાવી ત્રણેય લોકોના મોબાઇલ અને રૂ.4000 પડાવી લીધા હતા. આ લોકોને લાકડીથી માર પણ માર્યો હતો. તમામના પરાણે કપડાં ઊતારાવી મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ સાઇટ પર મૂકી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

જો વીડિયો વાઇરલ ન કરવો હોય તો રૂ.3 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે બાદમાં દોઢ લાખ આપવાનું નક્કી થયું હતું. જે પૈકી એક લાખ તરત આપવાં જણાવ્યું હતું. જોકે યુવાનોએ પોતાની પાસે રૂપિયા ન હોવાનું કહેતા બીજા દિવસે સવારે રૂ.1 લાખ આપી દેવા તેમજ બાકીના પછી પહોંચાડી દેજે તેમ કહી ફોન પર ધમકી આપતા હનીટ્રેપનો ભોગ બનેલા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પૈકી એક એલઆરડી જવાન હોવાની પણ ચર્ચા જાગી છે. જોકે હજુ આરોપીઓની ઓળખ થઈ નથી.પોલીસે ફરિયાદ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો