તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેના નિયત સમયે જ પૂર્ણ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આજે વડોદરા ઝોનની મુલાકાત લીધી હતી. જેમાં વડોદરા ડિવિઝનનાં આણંદ અને ગોધરા રેલવે સ્ટેશનની સાથે નવનિર્મિત સેટેલાઇટ રેલવે સ્ટેશન છાયાપુરીની પણ મુલાકાત લીધી હતી. તેઅોઅે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ તેના નિયત સમયે જ પૂર્ણ થશે, તેમ જણાવી મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા પર ધ્યાન આપવા જરૂરી સૂચનો કર્યાં હતાં.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ આજે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે વડોદરા ઝોનની મુલાકાતે આવ્યા હતા. તેઓની સાથે ડીઆરએમ દેવેન્દ્ર કુમાર તથા રેલવે વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. સવારે વડોદરા ઝોનના આણંદથી ગોધરા વચ્ચે આવતાં મહત્ત્વનાં સ્ટેશનોની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ રેલવે સ્ટેશન દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ પ્રવાસીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બપોર બાદ ગોધરાથી વડોદરા વચ્ચે આવતાં રેલવે સ્ટેશનોની મુલાકાત લીધી હતી. અંતે તેઓ વડોદરાના નવનિર્મિત છાયાપુરી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ મુસાફરો, ખાસ કરીને દિવ્યાંગો માટેની સુવિધાઓ અને સ્ટેશન પર સ્વચ્છતા જળવાય તેવાં જરૂરી સૂચનો આપ્યાં હતાં.

રેલવેના જ. મેનેજર આલોક કંસલે છાયાપુરી સ્ટેશનની મુલાકાત લીધી : સુવિધા-સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો