તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રો-રો ફેરીથી દક્ષિણના ઉદ્યોગોને જાફરાબાદ, પીપાવાવનો લાભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સૌરાષ્ટ્ર સાથેની કનેક્ટિવિટી ઉપલબ્ધ બનતાની સાથે માલ પરિવહન ક્ષેત્રે નવી સવલત ઉભી થઇ છે તેના કારણે બંને તરફના ઉદ્યોગોને ફાયદો થઇ રહ્યો છે.

જાફરાબાદ, પિપાવાવની આજુબાજુમાં આવેલા નાના સિમેન્ટ ઉદ્યોગો માટે દહેજથી રો-મટિરીયલ ક્લિન્કર આવે છે, તેના ટ્રક હવે દહેજથી ઘોઘા ફેરીના માધ્યમથી આવશે. જ્યારે દ.ગુજરાતમાં પ્રસ્થાપિત ઉદ્યોગો માટે પિપાવાવ બંદર પર આયાત કરવામાં આવતા માલને સડકમાર્ગને બદલે ઘોઘાથી દહેજ જળમાર્ગથી લઇ જવામાં આવી રહ્યો છે. સુરત, વાપી જેવા શહેરોમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, મહુવા, રાજુલા સહિતના સ્થળોએથી રોજીરોટી કમાવવા સ્થળાંતરીત તો થયા છે પરંતુ તેઓની આવન-જાવન રહે છે. સૌરાષ્ટ્ર વાસીઓને વતન આવવા-જવા માટે એક-એક દિવસ વ્યતિત થતો હતો. આગામી દિવસોમાં સુરતથી મહુવા, પાલિતાણા અને અમરેલીની બસો શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો