તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે અને પહેલા તબક્કાનું મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે અને પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોની સરેરાશ મતદાન ટકાવારી ઓછી રહી છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીએ દુ:ખી થવાનું હતું અને વિપક્ષને ખુશ. પરંતુ તેનાથી વિપરીત થઈ રહ્યું છે. વિપક્ષ દુ:ખી જણાઈ રહ્યો છે. વીવીપેટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ જ કારણ છે જેનાથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે વિપક્ષ પરાજયના ભયમાં જીવી રહ્યો છે. હકીકતમાં, આ વખતે મતદાનમાં જે બેથી ચાર ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું કારણ કોઈ હાર-જીતનું ગણિત નથી, પરંતુ ટેક્નિકલ છે. હકીકતમાં, દરેક વખતની જેમ આ વખતે ચૂંટણીપંચ દ્વારા વહેંચવામાં આવનારી ફોટો ચિઠ્ઠીને આઈકાર્ડનો દરજ્જો મળ્યો નથી. ગઈ વખતે મળ્યો હતો. લોકો આ ચિઠ્ઠી બતાવતા હતા અને મત આપીને જતા રહેતા હતા. આ વખતે કોઈ બીજું આઈકાર્ડ બતાવવું પણ ફરજિયાત છે. હકીકતમાં જે ગરીબ, ખૂબ જ ગરીબ લોકો છે તે બીજા કોઈ પણ આઈકાર્ડ સંભાળીને રાખી શકતા નથી. જોકે સરકાર પાકાં ઘર બનાવવાનો દાવો કરતા થાકતી નથી, પરંતુ આ લોકોનાં ઘર હજી પણ કાચાં જ છે. તેથી વરસાદ આવે ત્યારે તેમાં બધું જ તણાઈ જાય છે. આવી વ્યવસ્થામાં ફોટો ચિઠ્ઠી ઘણી કામની હતી. કારણ કે ચાર દિવસ પહેલાં આવનારી ફોટો ચિઠ્ઠીના બળે દર વખતે મત આપી શકાતા નથી, તેથી આ કાચાં મકાનવાળા લોકો કદાચ મત નહીં આપી શકે. ચાર ટકાનો જે ઘટાડો મતદાનમાં જોવા મળી રહ્યો છે, તે આ જ કારણથી છે. હવે આ ગરીબ મત છેવટે કોના હતા? ભારતીય જનતા પાર્ટી જાણે છે, તેથી તે ખુશ છે. એકંદરે વાત એ છે કે મતદાનમાં જે ચાર ટકાનો ઘટાડો આવ્યો છે તેનાથી કોઈ અંદાજ લગાવવો યોગ્ય નહીં હોય. આમ પણ દેશની 540માંથી કુલ 91 બેઠકો માટે જ અત્યારે મતદાન થઈ શક્યું છે. માત્ર 13 ટકા બેઠકો પર થયેલા મતદાનથી કોઈ પરિણામ પર પહોંચવું કોઈ પણ દૃષ્ટિએ યોગ્ય નહીં હોય. 18 એપ્રિલે 97 અને 23 એપ્રિલે 115 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે જઈને લગભગ 300 બેઠકો પર મતદાનની કાર્યવાહી પૂરી થઈ શકશે. ત્યાં સુધી કોઈ પણ અંદાજ લગાવવો ઘણું વહેલું ગણાશે. કેટલાંક મોટાં રાજ્યોમાં મતદાન સંપૂર્ણપણે પૂરું થઈ ગયું હશે. અંદાજે આ બેઠકોનું મતદાન પૂરું થયા પછી ચર્ચામાં બળ આવશે. ચૂંટણી જ્યારે તબક્કાવાર હોય છે ત્યારે કોઈ એક કે બે તબક્કાના આધારે કોઈ ધારણા બાંધવી યોગ્ય ન ગણાય. એમાંય આ વખતે તો સાત સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે માત્ર પહેલા તબક્કાના આધારે કોનું પલ્લું ભારે છે અને કોણ રેસમાં પાછું પડી રહ્યું છે, એવી વાત કરવી મૂર્ખામી ગણાય. ચૂંટણીના દિવસોમાં રોજેરોજ કંઈક ને કંઈક નવું નવું આવતું રહે છે, જે મતદારોને જુદી જુદી રીતે પ્રભાવિત કરતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...