તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરફોર્સનું 80 કરોડનું હેરોન સર્વેલન્સ ડ્રોન પણ અભિયાનમાં લગાવાયું હતું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એરફોર્સનું 80 કરોડનું હેરોન સર્વેલન્સ ડ્રોન પણ અભિયાનમાં લગાવાયું હતું


ભારતીય વાયુદળે પુલવામા હુમલાના 13મા દિવસે જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી ઠેકાણાં પર એર સ્ટ્રાઇક કરી દીધી. તેમાં આશરે 400 આતંકીનો ખાત્મો થયો. આ હુમલા માટે લગભગ 200 કલાક તૈયારી કરાઈ હતી. પુલવામા હુમલાના બે દિવસ બાદ ઈન્ટેલિજન્સને ભારતમાં ક્યાંય પણ બીજા આત્મઘાતી હુમલા થવાની આશંકાનું ઈનપુટ મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ વાયુદળે જૈશનાં ઠેકાણાં પર 12 મિરાજ- 2000 યુદ્ધ વિમાનથી બોમ્બ ઝીંક્યા. આ બોમ્બની કિંમત 1.68 કરોડથી 2.2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ એર સ્ટ્રાઇક માટે વાયુદળે કુલ 6300 કરોડ રૂપિયાના સાજ-સામાનની તૈનાતી કરી હતી. બાલાકોટ, મુજફ્ફરાબાદ અને ચાકોટીમાં 1000 કિલો વજનના બોમ્બ ફેક્યા. દરેક આતંકી અડ્ડા પર 4થી 5 બોમ્બ ઝીંક્યા. પંજાબના ભટિંડાના એરબેઝથી 1750 કરોડ રૂપિયાની એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમથી પાક.ના સૈન્ય અડ્ડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાં જ વિમાનોમાં ઇંધણ ભરવા માટે આગરાથી 22 કરોડના હેરોન સર્વિલાન્સને પણ રવાના કરાયું હતું. એક અજ્ઞાત એરબેઝથી વાયુદળના 80 કરોડના હેરોન સર્વિલાન્સ ડ્રોનને પણ આ અભિયાનમાં લગાવાયું હતું. હુમલા દરમિયાન જ ભારતીય વાયુ સીમામાં 3 સુખોઇ- 30 એમકેઆઇ તહેનાત રખાયાં હતાં. રશિયન બનાવટના આ પ્રત્યેક વિમાનની કિંમત 358 કરોડ રૂપિયા છે. ઉપરાંત 5 મિગ- 29 પણ આદમપુર એરપોર્ટ પર એલર્ટ રખાયાં હતા. દરેક મિગની કિંમત 154 કરોડ રૂપિયા છે. જ્યારે દરેક મિરાજની કિંમત 214 કરોડ રૂપિયા છે. 250 કિલો જીબીયુ લેસર ગાઇડેડ બોમ્બથી સજજ મિરાજ-2000 ગ્વાલિયર એરબેઝથી ઊડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો