ડીજેના અવાજ તળે 6 વર્ષીય માસૂમને નરાધમે પીંખી નાંખી

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
Div News - the 6 year old girl under the sound of the dj smashed her 061136

ચીખલી પંથકમાં રહેલી પરીણિતા તેના બે બાળકો સાથે પૂર્વપટ્ટીના ગામમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે મંડપ હોય હાજરી આપવા પહોંચી હતી. રાત્રે તેની 6 વર્ષની માસુમ બાળા નિર્ભયા (નામ બદલ્યુ છે) ઘરમાં સુતી હતી ત્યાંથી ઉઠાવી જઈ પીંખી નાંખતા પરિવારના સભ્યોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. માસુમ બાળા ઘટના પાછળના ભાગે વાડામાંથી રડતી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગણદેવી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગણદેવી પંથકના એક ગામમાં રહેતી 23 વર્ષીય પરીણિતા તેના પતિ અને તેની 6 વર્ષની પુત્રી અને 3 વર્ષના પુત્ર સાથે ગણદેવી પંથકના પૂર્વપટ્ટીના એક ગામમાં તેમના સગાંવહાલાને ત્યાં લગ્ન પ્રસંગ હોય લગ્ન આગલા દિવસે સોમવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં લગ્ન ઘરે આવી હતી. જ્યાં લગ્ન ઘરે ડીજે વાગી રહ્યું હોય સૌ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. આ પરીણિતા બાળકોને મુકી ડીજેમાં ગરબો રમવા ગઈ હતી. પરત આવી ત્યારે તેણે પુત્રી દેખા દીધી ન હતી. ડીજે પણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને ઘરમાં અને ઘરની આસપાસ માસુમ બાળાની સૌએ શોધખોળ આરંભી હતી. જ્યાં શોધખોળ દરમિયાન માસુમ બાળા અચાનક નજીકના સંબંધીના ઘરના પાછળના વાડામાંથી ચાલતી ચાલતી અને રડતી આવી હતી.

X
Div News - the 6 year old girl under the sound of the dj smashed her 061136
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી