તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેરાન | યુક્રેન વિમાન અકસ્માતના ચોથા દિવસે ઇરાને પોતાની ભૂલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તહેરાન | યુક્રેન વિમાન અકસ્માતના ચોથા દિવસે ઇરાને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેણે શનિવારે કબૂલ્યું કે યુક્રેનના વિમાનને દુશ્મનની મિસાઇલ સમજી તોડી પાડ્યું હતું. ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે સેનાની તપાસમાં જણાયું કે માનવીય ભૂલને કારણે વિમાનને નિશાન બનાવાયું. તેમણે સેનાની આ ભૂલને અક્ષમ્ય ગણાવી અને તેના માટે જવાબદાર લોકો પર કેસ ચલાવવાની વાત કરી છે. ...અનુસંધાન પાના નં. 12

અગાઉ ઇરાને આ મામલે ઇનકાર કર્યો હતો પરંતુ અમેરિકા, કેનેડા અને બ્રિટને કહ્યું હતું કે ઇરાને જ વિમાન તોડી પાડ્યું છે.

ઇરાનના સુપ્રીમ નેતા અાયાતુલ્લાહ અલી ખામનેઇએ ભવિષ્યમાં આવી ભૂલોથી બચવા માટે ખામીઓ ચકાસવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઇરાનના વિદેશમંત્રી ઝરીફે ટિ્વટ કરીને માફી માગી લખ્યું કે ‘અમેરિકાના દુ:સાહસથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે માનવીય ભૂલથી આ દુર્ઘટના થઇ’.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો