તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના એક ફોરેસ્ટ ગાર્ડને સુરેન્દ્રનગર એસીબીની ટીમે જુના બસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના એક ફોરેસ્ટ ગાર્ડને સુરેન્દ્રનગર એસીબીની ટીમે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી જાહેરમાં રૂ. ૩૦ હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો. આરોપીઓએ ૨૫ દિવસ પહેલા બે મિત્રોને કાલિકાનગર ગામ પાસે આવેલ હનુમાન મંદિર પાસે લાકડા ચોરી કરતા હોવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં કેસ ન કરવા રૂ. ૫૦ હજારની લાંચ માગી હતી. જોકે રકઝક બાદ રૂ. ૩૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું અને સોમવારે તે રકમ આપે તે દરમિયાન એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો.

મોરબીના કાલિકા નગર ગામમા આવેલ હનુમાન મંદિરે દર્શને ગયેલા બે મિત્રો વિદ વિસ્તારમાં નાસ્તો કરતા હતા તે દરમિયાન કાલિકાનગર બીટના ફોરેસ્ટ ગાર્ડ ડાંગર અરવિંદભાઈ રામભાઈ આવી ચઢ્યા હતા અને ખોટી રીતે લાકડા ચોરી કરવાના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ગાળો ભાંડી હતી જોકે બન્ને મિત્રોએ ખોટી રીતે કેસ ન કરવાનું કહેતા આરોપી અરવિંદભાઈએ રૂ ૫૦ હજારની લાંચ માગી હતી જો બાદમાં ૩૦ હજાર આપવાનું નક્કી થયું હતું.જે બાદ ફરીયાદીએ એસીબીને જાણ કરી હતી અને તેના આધારે રાજકોટ એસીબીના એચ પી દોશીના માર્ગદર્શનમાં સુરેન્દ્રનગર એસીબીએ છટકું ગોઠવી આરોપી અરવિંદ ડાંગરને મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ચામુંડા ટી સ્ટોલનજીકથી રૂ ૩૦ હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો. આરોપી સામે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર એસીબીએ મોરબીમાં ફોરેસ્ટ ગાર્ડને લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...