તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના તબીબે તપાસના બહાને ક્લિનિકમાં કિશોરીને અડપલાં કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં મારુતિ ચોક સંતોષીનગરની સામે મારુતિ ક્લિનિકમાં D.H.M.S. ડિગ્રી ધરાવતા 52 વર્ષીય ડો. રમેશ ઠાકરશી ગોયાણીએ 15 વર્ષની કિશોરીને તપાસના બહાને રૂમમાં લઈ જઈ અડપલાં કર્યાં હતાં. જોકે, ત્રણ દિવસ પછી ફરી બતાવવા જવાનું માતાએ કહેતાં ડોક્ટરની ગંદી હરકતો બાબતે કિશોરીએ પરિવારને જણાવતાં પરિવાર ચોંકી ગયો હતો. જેથી રોષે ભરાયેલા કિશોરીના પરિવારજનો અને સંબંધીઓ શુક્રવારે સાંજે ક્લિનિક પર ધસી જઈ હવસખોર ડોક્ટર આર. ટી. ગોયાણીની બરાબરની ધોલાઈ કરી નાખી હતી. ડોક્ટરે પરિવારની માફી પણ માંગી હતી. હોબાળો થતાં વરાછા પોલીસ ક્લિનિક પર દોડી આવી હતી અને ડોક્ટરને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. વરાછા પોલીસે કિશોરીની ફરિયાદ લઈને મોડી રાત્રે ડોક્ટર રમેશ ઠાકરશી ગોયાણી (રહે. શીતલ પાર્ક સોસાયટી, એ. કે. રોડ, વરાછા)ની વિરુદ્ધમાં છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. નરાધમ ડોક્ટર બે સંતાનોનો પિતા છે. ક્લિનિકમાં ઘટના બની એ સમયે કમ્પાઉન્ડર પણ બહાર ગયો હતો અને કિશોરીની માતા તેની સાથે હતી છતાં ડોક્ટરે તેને ચેકિંગ રૂમમાં માતાને સાથે રાખી ન હતી.

અન્ય સમાચારો પણ છે...