સુરત ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી અરવિંદનો આપઘાત

Div News - surat bjp39s former minister arvind39s suicide 061128

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
સુરત શહેર ભાજપ સંગઠનના માજી મંત્રી અરવિંદભાઈ પટેલે આર્થિક ભીંસને કારણે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. મતદાનના દિવસે તેમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.

જેના કારણે બુડિયાગામના રહીશો બપોર પછી મતદાન કરવા નીકળ્યા હતા. આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસે જણાવ્યું કે 17મી તારીખે બુડિયાગામના વાણિયા મહોલ્લામાં રહેતા અરવિંદભાઈ પટેલે તેમના જૂના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેમને સારવાર માટે પહેલાં ભટારની અમૃતા હોસ્પિટલ અને વધુ સારવાર માટે આઈએનએસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સોમવારે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.

પાંડેસરા અને સચિન જીઆઇડીસીની મિલોમાં તેઓ ફેબીકેટરનો કોન્ટ્રાકટર રાખતા હતા. ઘણા સમયથી તેઓ ધંધામાં આર્થિક ભીંસમાં સપડાયા હોવાના કારણે આત્મહત્યા કર્યાનું પોલીસ જણાવી રહી છે. જોકે સાચુ કારણ તો પોલીસની વિગતે તપાસ અને કાર્યવાહી બાદ જ બહાર આવશે.

X
Div News - surat bjp39s former minister arvind39s suicide 061128
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી