Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેકાની મગફળી ખરીદીની મુદ્દત 13 ફેબ્રુઆરી કરાઈ
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની મુદ્દત 13 ફેબ્રુઆરી સુધી લંબાવવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મુદ્દત 31 જાન્યુઆરી સુધીની હતી. આ બીજી વખત મુદ્દત વધારવામાં આવી છે.
રાજ્યમાં નાફેડ અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પંરતુ શરૂઆતના તબક્કે જ કમોસમી વરસાદ પડતાં ખરીદી 15 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. જેથી તમામ ખેડૂતો મગફળીનું વેચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુદ્દત લંબાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 4.71 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જે માટે 2.62 લાખ ખેડૂતોને મેસેજ કરી ખરીદ કેન્દ્રો પર બોલાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1.71 લાખ ખેડૂતો પાસેથી 1359 કરોડની મગફળી ખરીદવામાં આવી છે જે અને ખેડૂતોને 767 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
ખેડૂતોને રાહત