તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ બોર્ડની ચાર સમિતિઓની ચૂંટણી સમરસ: તમામ બેઠકો બિનહરીફ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બોર્ડની જુદી-જુદી ચાર સમિતિઓની ચૂંટણી માટે યોજાઇ હતી જેમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, નાણાં સમિતિ અને શૈક્ષણિક સમિતિની ચૂંટણીઓ માટે બોર્ડના વિવિધ સભ્યોએ ફોર્મ ભર્યા બાદ 24મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિવસે અંદરોઅંદર સમજૂતીથી વધારાના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી સમરસ થઇ હતી અને તમામ સમિતિઓમાં સભ્યોની વરણી બિનહરીફ થઇ છે.

ચાર સમિતિમાં શિક્ષણ બોર્ડના 60માંથી 23 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કારોબારી સમિતિમાં મનુભાઇ પાવરા, જે.પી.પટેલ, કે.એ.બુટાણી, ભરત પટેલ, કેતન પટેલ, અરવિંદ પટેલ, હરદેવસિંહ રાણા, રાજેશ વસરા તેમજ પરીક્ષા સમિતિમાં ડો.પ્રિયવદન કોરાટ, ભરત ચૌધરી, આર.ડી.પટેલ, પ્રવીણ કાછડિયા, ભાનુભાઇ પટેલ, ભાવિન ભટ્ટનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો