તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોખડામાં ફાંસો ખાઇ પ્રૌઢાનો આપઘાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોખડા ગામે રહેતા ભાનુબેન માધાભાઇ વજકાણી (ઉ.વ.50)એ મંગળવારે રાત્રે પોતાના ઘરે નહાવાના બહાને બાથરૂમમાં જઇ ફાંસો ખાઇ લીધો હતો. લાંબો સમય સુધી ભાનુબેન બહાર નહીં નીકળતા પુત્રે વેન્ટિલેટરમાંથી નજર કરતાં માતા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ભાનુબેનને પુત્રે નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાનુબેનના પતિ આઇઓસીમાં મજૂરી કામ કરે છે, અને પ્રૌઢાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

2016થી 7મા પગારપંચનો લાભ આપો: યુનિયન
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

એસ.ટીના યુનિયને પડતર માગણીઓ મુદ્દે તાજેતરમાં જ બે દિવસની હડતાળ બાદ સરકારે આખરે એસ.ટીના કર્મચારીઓ માટે 7મું પગારપંચ આપવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ બાબતની ચર્ચા કરવા માટે બુધવારે ગાંધીનગરમાં સરકાર અને એસ.ટીના ત્રણેય યુનિયનના હોદ્દેદારો વચ્ચે ખાસ બેઠક મળી હતી જેમાં સરકારે એસ.ટીના કર્મચારીઓ માટે તારીખ 1-4-2018થી 7મું પગારપંચ આપવા તૈયારી દર્શાવી હતી, જ્યારે યુનિયનના હોદ્દેદારોએ તારીખ 1-4-2016થી 7મું પગારપંચ આપવા માગણી કરી હતી. ગાંધીનગરમાં નેતાઓ સાથેની યુનિયનની બેઠક રાત્રે મોડે સુધી ચાલી હતી, પરંતુ કોઈ નક્કર નિરાકરણ થયું ન હતું પરંતુ યુનિયનના હોદ્દેદારો એસ.ટીના કર્મચારીઓને 1-4-2016થી જ 7મું પગારપંચ આપવા અડગ રહ્યા હતા. જેથી સરકારે હજુ વિચારવા માટે બે-ત્રણ દિવસનો સમય માગતા બુધવારની બેઠકમાં કોઈ નિર્ણય લઇ શકાયો ન હતો.

રાજકોટ, ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2019

| 15
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો