તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્તાઓ પણ જીવનનો પ્રાણવાયુ બની શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંકપરદે કે પીછે

મિતાભ બચ્ચન અને હેમામાલિની અભિનીત ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ના અંતિમ દૃશ્યમાં અપરાધ સંગઠનના બધા જ સભ્યોને મારી નખાય છે. નાયક એક દુબળા-પાતળા સભ્યને જીવતો છોડી દે છે અને કહે છે કે તે હવે આ સંગઠનનો સૂત્રધાર બની શકે છે. આથી પેલો દુબળો અને નબળો વ્યક્તિ દુ:ખ વ્યક્ત કરે છે કે, તેને સિંહાસન પર બેસવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ કોના પર શાસન કરે. બધા સભ્યો તો મરી ચૂક્યા છે. કુરુક્ષેત્રમાં લડાયેલા 18 દિવસના યુદ્ધ પછી માત્ર મહિલાઓ, વયસ્કો અને નબળા બાળકો જ જીવતા રહ્યા હતા. યુદ્ધમાં સામેલ તમામ રાજ્યોનાં ખજાના ખાલી થઈ ગયા હતા. શસ્ત્ર વેચનારા લોકો પાસે ભવ્ય મકાન અને અઢળક નાણા હતા, પરંતુ રોટી ન હતી. બજાર તુટી ગયા હતા, વેપારીઓ દુ:ખી હતા. બધા જ રાજ્યોમાં ભેંકાર શાંતી હતી.

‘બુઢ્ઢા હોગા તેરા બાપ’નો નાયક રંગીન મિજાજ છે. તે લંપટ નથી, પરંતુ તેને છેડતી કરવામાં આનંદ આવે છે. તેના સ્વભાવને સારી રીતે ન સમજનારી પત્ની તેનાથી અલગ થઈ જાય છે. નાયક પોતાના પુત્રને બચાવી લે છે અને પત્નીને કહે છે કે, તે હવે બુઢ્ઢાને વિદાય આપે. નાયિકા જવાબ આપે છે, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’. ફિલ્મનો અંત સુખદ આવે છે. તાજેતરમાં જ એક રાજ્યના ટોચના નેતાઓ કહ્યું છે કે, તેમના રાજ્યમાં આઈપીએલ તો રમાશે, પરંતુ દર્શકો નહીં હોય. કેમ કે કોરોના વાઈરસના કારણે ભીડને એક્ઠી થવાની મંજૂરી આપી ન શકાય. કલ્પના કરવી અઘરી છે કે, ખાલી સ્ટેડિયમમાં ખેલાડી કેવો અનુભવ કરશે. સ્ટેડિયમમાં ભેંકાર ફેલાયેલો હશે, કોઈ તાળી વગાડનાર નહીં હોય કે ભૂલ થતાં કોઈ ગાળો બોલનારું નહીં હોય. આવી સ્થિતિમાં રમવામાં શો આનંદ આવશે?

દાયકાઓ પહેલા નિષ્ણાતોએ 2022માં ભયાનક વૈશ્વિક આર્થિક મંદીની ચેતવણી ઊચ્ચારી હતી. અત્યારે આ મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે. જોકે, સત્તાધીશોના બહેરા કાને કશું જ સંભળાતું નથી. શું તેમને એ ડર પણ વિચલિત કરતો નથી કે, તમાશો કરનારા નહીં હોય તો તમાશાનો શો અર્થ રહેશે. દરેક ક્ષેત્રમાં નિરાશાનો માહોલ છે. ફિલ્મી દુનિયામાં પણ બનીને તૈયાર ફિલ્મોની રીલીઝ પાછી ઠેલવામાં આવી રહી છે. દરેક ક્ષેત્રમાં કુદરતી આપત્તિ હોય, રોગચાળો હોય કે કોઈ પણ સંકટ હોય, સૌથી વધુ તકલીફ આમ આદમીને થાય છે, પરંતુ કોરોના વાઈરસ કોઈ ભેદ સમજતો નથી. શ્રીમંત હોય કે ગરીબ, બંને વર્ગ વાઈરસથી પ્રભાવિત થઈ રહ્યા છે. કોરોના સમગ્ર વિશ્વને એક ગામમાં બદલી શકે છે. આ ગામ ડાકુઓ દ્વારા વિનાશ વેરી દીધા પછીનું ગામ હશે. ભારતમાં ઊનાળાના આગમન સાથે કોરોના વાઈરસની અસર ઘટી શકે છે. કોરોનાના બચાવની દવા શોધાઈ રહી છે. માનવી ક્યારેય હાર માનતો નથી. ઉલ્લેખનીય છે કે, પ્લેગ ફેલાવાના કારણે કેટલાક લોકો પર્વતની એક ગુફામાં વસી ગયા હતા. સમય પસાર કરવા માટે દરેક સભ્યએ એક વાર્તા સંભળાવાની હોય છે. આ કથાનો સંગ્રહ છે ‘ડેકોમેરોન’. અંગ્રેજીના પ્રથમ કવિ ચોસરની ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ પણ તીર્થ યાત્રા પર જઈ રહેલા પ્રવાસીઓ દ્વારા વાર્તા કહેવાની વાત કરે છે. વાર્તા કહીને અને સાંભળીને પણ જીવી શકાય છે.

જયપ્રકાશ ચોક્સે

લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો