તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહદ પર સ્થિતિ સામાન્ય નથી. પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રહદ પર સ્થિતિ સામાન્ય નથી. પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવા માટે સૈન્યનો ઉપયોગ કરવાનું બંધ નથી કરતું. પોતાની તંગડી ઊંચી રાખવા માટે તેણે હવે તોફાનો શરૂ કર્યા છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનનાં આતંકી ઠેકાણાંને નાશ કરવાની સફળ અસૈન્ય કાર્યવાહી કરવામાં આવી. આતંકીઓનો મોટા પાયે સફાયો થયો. તેનાથી રઘવાયા થઈને વિશ્વમાં અલગ પડી ગયેલું પાકિસ્તાન ભારતને યોગ્ય સમયે અને નિશ્ચિત સમયે જોઈ લેવાની ધમકી આપી રહ્યું છે. ધમકીઓ આપવી પાકિસ્તાનનો સ્વભાવ છે અને યોગ્ય જવાબ આપવો હિન્દુસ્તાનની આદત છે. જે પાકિસ્તાનનો પાયો જ આતંકવાદ છે તેની ધમકીઓથી ડરવાની જરાય જરૂર નથી.

આપણા દેશના નાગરિકો સામે આ રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ રજૂ કરવાનો સમય છે. આખો દેશ સૈન્ય સાથે ઊભો છે. આ મનોબળથી જ આપણી સરહદો સલામત છે. સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ હોય તેવો આ પહેલો પ્રસંગ નથી. પાકિસ્તાનનો જન્મ થયો ત્યારથી જ સરહદ પર હંમેશાં પરિસ્થિતિ ખરાબ જ હોય છે. આપણાં સૈન્યનાં ત્રણે અંગ સંપૂર્ણ રીતે સક્ષમ, સતર્ક અને હથિયારોથી સુસજ્જ છે. દેશનો દરેક નાગરિક સૈન્ય સાથે ખભેખભો મિલાવી ચાલવા તૈયાર છે. ઊલટાનું એક પગલું આગળ વધીને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે દેશમાં છેલ્લા 15 દિવસથી ‘રાષ્ટ્રભક્તિ’ હિલોળા મારી રહી છે. પુલવામા પછી આપણા મનમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉમટેલો ગુસ્સો રાષ્ટ્રપ્રેમના રૂપમાં સામે આવ્યો છે. મંગળવારે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈદળની આતંકી ઠેકાણાં નાશ કરવાની કાર્યવાહીએ વૈચારિક દૃષ્ટિએ અનેક ટુકડામાં વિભાજિત દેશના રાજકીય અને સામાજિક સંગઠનોને એક પ્લેટફોર્મ પર લાવીને ઊભા કરી દીધા છે.

સાચા અર્થમાં આ હિન્દુસ્તાનની તાકાત અને ઓળખ છે. આપણે આ સમયે અફવાઓથી બચવું જોઈએ. સંપૂર્ણપણે સંયમ ધરવાનો તકાદો છે. ધીરજ સાથે રાષ્ટ્ર માટે એક સાચા હિન્દુસ્તાની તરીકેની ફરજ બજાવવાની આ ઘડી છે. આર્થિક તંગીથી ગ્રસ્ત અને આતંકવાદીની કઠપૂતળી બનેલું પાકિસ્તાન આપણા સૈન્ય સામે કેટલા દિવસ ટકી શકે? આપણું સૈન્ય પાકિસ્તાનની દરેક પ્રવૃત્તિનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. દેશવાસીઓનો એક જ ધર્મ છે કે આપણે સૈન્યનું મનોબળ જાળવી રાખવાનું છે. આ અઘોષિત યુદ્ધનું પરિણામ આવશે. પાકિસ્તાન આ વખતે બોધપાઠ જરૂર શીખશે, કારણ કે દરેક ભૂલ કિંમત માગે છે. ભારતના એક જ સ્લોગનમાં આખો બોધપાઠ રહેલો છે - અમે કોઈને છંછેડીશું નહીં અને અમને કોઈ છંછેડશે તો છોડીશું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો