શ્રીલંકામાં રાજકીય સંઘર્ષથી દેશભરની શાંતિ ધ્વસ્ત

Div News - sri lanka39s political conflict erodes peace of the country 061140

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
2009માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઇ)ના પરાજય પછી શ્રીલંકામાં એક દાયકા સુધી જળવાયેલી શાંતિ ગત રવિવારે ઇસ્ટરના દિવસે ચર્ચો અને સ્ટાર હોટલોમાં થયેલા બોમ્બ વિસ્ફોટોથી હણાઇ ગઇ. તેનાથી દેશમાં ફરી એ જ ભયનું વાતાવરણ સર્જાઇ ગયું જે આ દાયકામાં આવેલી નવી પેઢી માટે ઇતિહાસની વાત હતી. વિસ્ફોટોમાં નેશનલ તૌહીદ જમાત નામના મુસ્લિમ કટ્ટરપંથી જૂથનો હાથ હોવાની શંકા છે. જ્યારે હવે એક વીડિયો જારી થયો છે, જેમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ આ ધડાકા કર્યા હોવાનું કહેવાય છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે આઇએસએ ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદોમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે આ વિસ્ફોટો કર્યા. પરંતુ વસતીની દષ્ટિએ જોઇએ તો 2.20 કરોડની વસતીવાળા શ્રીલંકામાં માત્ર 10 ટકા મુસ્લિમો છે અને ખ્રિસ્તીઓની સંખ્યા તો તેનાથી પણ ઓછી છે. તો સવાલ એ થાય છે કે જો આઇએસએ જ આ હુમલા કર્યા હોય તો તેણે શ્રીલંકા કેમ પસંદ કર્યું? તેથી હુમલાનું કારણ સ્પષ્ટ નથી. જોકે બ્રિટિશ એજન્સીઓ પણ તેને ન્યુઝીલેન્ડમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો જવાબ માની રહી છે. તપાસ થતાં આ ષડ્યંત્ર અંગે હકીકત બહાર તો આવશે જ પરંતુ આ હુમલાઓએ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેના અને વડાપ્રધાન વિક્રમાસિંઘે વચ્ચેના રાજકીય સંઘર્ષનાં જોખમી પરિણામોને સ્પષ્ટ કરી દીધાં છે. શ્રીલંકા અને ભારતમાં ઘણા સ્તરે આ વાતની પુષ્ટિ થઇ ગઇ છે કે ભારતે શ્રીલંકાને 17 દિવસ પહેલાં જ હુમલાની માહિતી આપી દીધી હતી. એટલું જ નહીં ભારતીય એજન્સીઓએ ખાસ કરીને તૌહીદનું નામ લીધું હતું. પરંતુ લાગે છે કે રાષ્ટ્રપતિ સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે વડાપ્રધાન વિક્રમાસિંઘેને આ ગુપ્ત રિપોર્ટ અંગે કોઇ માહિતી અપાઇ નહતી. નોંધનીય છે કે વિસ્ફોટો થવાના થોડા કલાકોની અંદર જ સુરક્ષા એજન્સીઓએ 24 શકમંદોની ધરપકડ કરી લીધી હતી એટલે કે તેઓ જાણતા હતા કે આ ગ્રૂપ ક્યાંથી કામ કરી રહ્યું છે. તેમ છતાં તેઓ સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા, એ પણ મોટો સવાલ છે. જ્યારે બીજી બાજુ જોવા જઇએ તો જે વ્યવસ્થિત પ્લાનિંગ અને તાલમેલ સાથે આ હુમલા કરાયા તે તૌહીદ જેવા નાના જૂથનું કામ લાગતું નથી કારણ કે આ હુમલા મુંબઇ હુમલાની જેમ મોટા ષડ્યંત્ર હેઠળ કરાયા હતા. તેથી સીરિયા અને મધ્ય-પૂર્વમાં લગભગ સાફ થઇ ગયેલ આઇએસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા ટાર્ગેટ શોધી રહ્યું હોવાથી આ હુમલાઓમાં તેનો હાથ હોવાની પ્રબળ સંભાવના છે. જોકે આ વિધ્વંસ માટે સૌથી મોટી જવાબદારી શ્રીલંકા સરકારની જ છે, જેમાં વિભાજનનો હુમલોખોરોએ પૂરતો લાભ ઉઠાવ્યો. કોઇ પણ લોકતંત્રના વ્યવસ્થિત સંચાલનની સાથે શાંતિ અને સુરક્ષા ત્યારે જ નક્કી થાય છે, જ્યારે તેના તમામ સ્તંભોની વચ્ચે પરસ્પર તાલમેલ હોય

મે

X
Div News - sri lanka39s political conflict erodes peace of the country 061140
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી