તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી જયંતી પર સોનિયા, રાહુલ અને પ્રિયંકા પદયાત્રા કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય રાજ્યોમાં યોજાવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાત્મા ગાંધીની 150મી જયંતીએ ભાજપ પછી કોંગ્રેસે પણ પદયાત્રાની જાહેરાત કરી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીમાં, પ્રિયંકા ગાંધી વાડરા યુપી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં પદયાત્રા કરશે. કોંગ્રેસે કહ્યું કે મહાત્મા ગાંધીની વિચારધારાને મજબૂત કરવા માટે આ પદયાત્રાઓ યોજવામાં આવશે. રાહુલ મહારાષ્ટ્રના સેવાગ્રામમાં પદયાત્રાનું નેતૃત્વ કરશે. તેમાં લોકો ગાંધીની તસવીરવાળી ટોપી પહેરીને ભાગ લેશે. મહારાષ્ટ્રમાં પદયાત્રા બાદ સેવાદળની કાર્યસમિતિની બેઠક યોજાશે. અગાઉ ભાજપે પણ જાહેરાત કરી હતી કે તે 2 ઓક્ટોબરથી ગાંધી સંકલ્પયાત્રા શરૂ કરશે. તેમાં ભાજપના દરેક સાંસદ 15 દિવસમાં 150 કિમી પદયાત્રા કરશે. ભાજપે પદયાત્રામાં સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સહિત 3229 નેતાઓને લગાવ્યા છે. પાર્ટીનું લક્ષ્ય છે કે આ પ્રતિનિધિ દરરોજ 5-10 કિમી પગપાળા ચાલી અને 6 ગામમાં પહોંચ્યા.

અન્ય સમાચારો પણ છે...