તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથ મંદિર બંધ, ઓનલાઇન દર્શન થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમનાથ મંદિરમાં કોરોના વાયરસને લીધે તમામ દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે. આ સાથે અહલ્યાબાઇ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો છે.

જોકે, આ બંને મંદિરોમાં રોજ પૂજા અને આરતી રાબેતા મુજબજ થશે. પણ કોઇ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે.
સોમનાથમાં તા. 19 માર્ચ 2020 ના રોજ સાયં આરતી વખતે દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે. આ પ્રવેશબંધી તા. 31 માર્ચ 2020 સુધી અમલમાં રહેશે. દર્શનાર્થીઓ ઘેર બેઠા સોશ્યલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન અને અારતીનો લાભ લઇ શકશે.

આ માટે ટ્રસ્ટની વેબસાઇટ ઉપરાંત ફેસબુક, ટ્વીટ્ટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ, હેલો એપ, પરથી ભગવાનના દર્શન તેમજ આરતીનો લાભ લઇ શકાશે. છેલ્લા 2 દિવસ દરમ્યાન 2 લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે. એમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું.

19 માર્ચની સાયં આરતીથી 31 માર્ચ સુધી તમામ યાત્રિકો માટે પ્રવેશ બંધ કરાયો

_photocaption_સાંજની આરતી બાદ આવનાર યાત્રીઓને અટકાવાયા. } રાજેશ ભજગોતર*photocaption*
અન્ય સમાચારો પણ છે...