માંગરોળમાં રવિવારે મુરલીધર વાડી ખાતે સામાજીક એકતા મિલન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ | માંગરોળમાં તા.૭ને રવિવારે મુરલીધર વાડી ખાતે સવારે 9.30 કલાકે સામાજીક એકતા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સમાજમાં સામાજીક એકતા પ્રસ્થાપિત રહે, પરસ્પર ભાઈચારાની ભાવનાત્મક લાગણી જળવાઈ રહે , વિના કારણ જે તે સમાજ વચ્ચે અણગમાવો ઉપસ્થિત ન થાય તેવા હેતુ સાથેના આ આયોજનમાં દરેક જ્ઞાતિના લોકો, આગેવાનોએ ઉપસ્થિત રહેવા એડવોકેટ અને જનરલ ગુજરાત આહીર સમાજના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ ચોચાએ જણાવ્યું છે. આ ઉપરાંત આજ દિવસે નગીચાણા મુકામે સરમણભાઈ મારૂ હાઈસ્કુલ ખાતે બપોરે 4 વાગ્યે આહીર સમાજના બિન રાજકીય, સાંપ્રત સમયના સામાજીક મહત્વના મુદ્દાને લઈ આહીર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...