અત્યાર સુધી મોબાઈલના માધ્યમથી શિક્ષણ તો અપાતું હતું પણ

Div News - so far education was provided through mobile 091010

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST

અત્યાર સુધી મોબાઈલના માધ્યમથી શિક્ષણ તો અપાતું હતું પણ હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી પણ મોબાઈલમાં પૂરાશે. જેની અમલવારી 1 ઓગસ્ટથી થશે. મોબાઈલ આધારિત અટેન્ડન્સ ખાનગી અને સરકારી કોલેજ બન્નેમાં લાગુ થશે. મોબાઈલમાં હાજરી લીધા બાદ આ અંગેનો ડેટા કોન્સર્શિયમ ઓફ ગુજરાતને મોકલવાનો રહેશે. તેમજ પ્રોફેસર ક્યા દિવસે ક્યો તાસ લેશે અને પોતે શું કામગીરી કરશે તેની માહિતી પણ હવે મોબાઇલ આધારિત થઈ જશે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સૂચના આપવામાં આવી છે કે, ડિજિટલ ઇન્ડિયાન ભાગ રૂપે શિક્ષણ ક્ષેત્રે પણ ટેક્નોલોજી કોલેજના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થાય તે જરૂરી છે. જે માટે બિનસરકારી અનુદાનિત કોલેજ માટે મોબાઇલ આધારિત અટેન્ડન્સ સિસ્ટમ દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રમાં 1 ઓગસ્ટથી જ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તેમજ શાળાના વિદ્યાર્થીઓની હાજરી મોબાઈલ આધારિત લેવાની થશે અને તેની વિગતો નિયત પત્રકમાં દૈનિક ધોરણે મોકલવાની રહેશે. કોલેજમાં નમો વાઈફાઈ ન હોય તો આચાર્યએ માસ એપ્લિકેશનથી આપવાની રહેશે. આ સાથે સામેલ પત્રકમાં જરૂરી માહિતી ભરી 25 જુલાઈ સુધીમાં કે.સી.જી. અમદાવાદને ટપાલથી મોકલવાની રહેશે.

X
Div News - so far education was provided through mobile 091010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી