તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા નાના બારમણ રેવન્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા નાના બારમણ રેવન્યુ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી એક સિંહ બિમાર અવસ્થામા જોવા મળી રહ્યો છે. આ સિંહ મારણ પણ માંડમાંડ કરી શકે છે. જ્યારે મારણ કર્યા બાદ મારણની મિજબાની માણી નથી શકતો. ત્યારે આ સિંહ અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરી હતી. રાજુલા વનવિભાગ દ્વારા આ બિમાર સિંહનું લોકેશન મેળવી તુલસીશ્યામ રેન્જને જાણ કરી બીમાર સિંહની માહિતી આપી હતી. ત્યારે ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં સિંહની સારવાર કરવામાં વનવિભાગ વામળું સાબિત થયું છે.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા નાના બારમણ રેવન્યુ વિસ્તારમાં સળવાધાર વિસ્તારમાં એક 9 થી 10 વર્ષનો સિંહ બિમાર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. આ સિંહને ઝાડા અને ઉલટી થતી હોવાની સ્થાનિક ખેડૂતોમાંથી મળી રહી છે. ત્રણ દિવસથી સિંહ બીમાર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. આ સિંહ દ્વારા ચાર દિવસ પહેલા નાના બારમણ ગામની નજીકમાં એક મારણ કર્યું હતું. પરંતુ આ સિંહ મારણ કર્યા બાદ ખાઈ શક્યો ન હતો. સિંહને એક જગ્યાએ બેસી ગયા બાદ આખો દિવસ ત્યાં બેસી રહે છે.

આ સિંહના મુવમેન્ટ અંગે નાના બારમણ સ્થાનિક લોકો દ્વારા તુલસીશ્યામ રેન્જને જાણ કરી હતી. બાદમાં રાજુલા વનવિભાગને આ બીમાર સિંહનું લોકેશન મળી ગયું હતું. અને તેવો દ્વારા પણ તુલસીશ્યામ રેન્જને જાણ કરી હતી. તેમ છતાં તુલસીશ્યામ રેન્જ દ્વારા આ સિંહને લોકેશન મેળવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સિંહની કાળજી લેવામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરે અને સિંહની કાળજીનો ખર્ચ માત્ર કાગળ ઉપર વનવિભાગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...