તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ વર્લ્ડ કપ : મનુ, હીના બહાર, અનીષ પણ પરાસ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત માટે શૂટિંગ વર્લ્ડકપના શરૂઆતના બે દિવસ સારા હતા. શનિવારે, રવિવારે ગોલ્ડ જીત્યા હતા પણ પછી બંને દિવસ ભારતીય શૂટરો માટે ખાસ ન રહ્યાં. વર્લ્ડકપના ચોથા દિવસે મંગળવારે 3 ઈવેન્ટની ફાઈનલમાં ફક્ત એકમાં ભારતીય શૂટર અનીષ ભનવાલ ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. મનુ ભાકર અને હીના સિદ્ધુ ફાઈનલ માટે ક્વોલિફાઈ ન કરી શક્યા.

ડો.કર્ણી સિંહ શૂટિંગ રેન્જ પર પુરુષ 25મી રેપિડ ફાર પિસ્તોલમાં અનીષ પાંચમાં ક્રમે આવ્યો. 16 વર્ષીય અનીષ આ ઈવેન્ટમાં સૌથી યુવા ફાઇનલિસ્ટ હતો. 6 ખેલાડીઓની ફાઇનલમાં અનીષ શરૂઆતની બે શ્રેણી બાદ ચોથા ક્રમે રહ્યો હતો. તેણે આગામી શ્રેણીમાં પરફેક્ટ ફાઈવ સ્કોર કર્યો અને ત્રીજા ક્રમે આવી ગયો. ચોથી શ્રેણીમાં તેનો ફક્ત એક જ શોટ નિશાને લાગ્યો. પાંચમી શ્રેણીમાં તેના ફક્ત બે શોટ નિશાને લાગ્યા અને તે 25માંથી 14 પોઇન્ટ લઈને પાંચમા ક્રમે આવી ગયો. આ અનીષનું પ્રથમ સિનિયર વર્લ્ડકપ હતું.

મનુ ભાકર 10મા અને

હિના સિદ્ધુ 14મા ક્રમે રહી
મહિલા 10મી એર પિસ્તોલમાં મનુ ભાકર અને હિના સિદ્ધુ ફાઇનલમાં ન પહોંચી શકી. ક્વોલિફિકેશનમાં મનુ 573 પોઇન્ટ સાથે 10માં અને હિના 571 પોઇન્ટ સાથે 14માં ક્રમે રહી. ઈન્ડિયન નેવીની અનુરાધા પણ 22માં ક્રમે રહી. આ તેનું પ્રથમ વર્લ્ડકપ હતું. જ્યારે ગાયત્રી નિત્યંદમ અને સુનિધિ ચૌહાણ 50મી રાઇફલ 3 પોઝિશનની ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો