તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહે કહ્યું- 3 બેઠક કરી, પોલીસે 36 કલાકમાં સ્થિતિ સંભાળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

{ બસપા, શિવસેના, એનસીપીએ સરકારને ઘેરી, જેડીયુએ બચાવ કર્યો

દિલ્હીની હિંસા અંગે સંસદના બજેટસત્ર દરમિયાન બુધવારે લોકસભામાં હંગામા વચ્ચે ચર્ચા થઇ. આ મામલે કોંગ્રેસ, બસપા, શિવસેના, સપા અને એનસીપીએ સરકારને ઘેરી. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે દિલ્હીમાં 3 દિવસ સુધી હિંસા થતી રહી. તે દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા, શું કરતા હતા?

કોંગ્રેસના આક્ષેપના જવાબમાં શાહે કહ્યું- લોકો તો એમ પણ કહે છે કે હિંસા દરમિયાન હું ટ્રમ્પના કાર્યક્રમમાં હતો, જ્યારે તે કાર્યક્રમ પૂર્વનિર્ધારિત હતો. તે છતાં 24 ફેબ્રુઆરીએ સાંજે 6.30 વાગ્યે હું દિલ્હી પહોંચી ગયો હતો. ટ્રમ્પ સાથે તાજમહાલ કે રાષ્ટ્રપતિભવન નહોતો ગયો. મેં અધિકારીઓ સાથે 3 બેઠક કરી. પહેલી બેઠક તે જ સાંજે 7 વાગ્યે, બીજી 25 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે અને ત્રીજી તે સાંજે 6.30 વાગ્યે. મેં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ કહ્યું કે તેઓ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઇને લોકોને મળે, પોલીસનું મનોબળ વધારે. 24 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે હિંસાના પહેલા સમાચાર આવ્યા હતા જ્યારે 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે હિંસાના છેલ્લા સમાચાર આવ્યા. પોલીસે 36 કલાકમાં સ્થિતિ સંભાળી લીધી. દિલ્હી પોલીસે હિંસાને દિલ્હીની 13 ટકા વસતી સુધી મર્યાદિત રાખવાનું કામ કર્યું.

ગૃહમાં ચર્ચા: ગુજરાતની હિંસાથી માંડીને NRC સુધીના મામલા ગાજ્યા


વિપક્ષનો પ્રહાર, કહ્યું- હિન્દુઓને ઉશ્કેર્યા, મુસ્લિમો સુરક્ષિત નથી, રાજધર્મ ક્યાં ગયો?


કોંગ્રેસે પૂછ્યું- ત્રણ દિવસ હિંસા થઇ, ગૃહમંત્રી ક્યાં હતા?


સંસદનું સત્ર } દિલ્હી હિંસા અંગે લોકસભામાં ચર્ચા, સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ

{ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) દિલ્હી હિંસા મામલે ‘આપ’ના કોર્પોરેટર તાહિર હુસૈન અને પીએફઆઇ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. પોલીસે પણ કહ્યું કે તેણે હિંસા મામલે તાહિરના 3 સાથી- આબિદ, મોહમ્મદ શાદાબ અને રાશિદ સૈફીની ધરપકડ કરી છે. આ ત્રણેય 24 ફેબ્રુઆરીએ હિંસા દરમિયાન તાહિરની સાથે હતા.

{ દિલ્હીની હિંસા અંગે બુદ્ધિજીવીઓ અને શિક્ષણવિદોના સમૂહે (જીઆઇએ) બુધવારે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો. જીઆઇએનાં સંયોજક મોનિકા અરોરાએ રિપોર્ટને ટાંકીને કહ્યું કે દિલ્હીની હિંસા સંપૂર્ણપણે એક કાવતરું હતું. ‘લેફ્ટ-જિહાદી મોડલ ઓફ રિવોલ્યૂશન’એ તેની યોજના ઘડી હતી. તેઓ અન્ય વિસ્તારોમાં પણ હિંસા ફેલાવવા માગતા હતા.


ખુલાસો: જીઆઇએએ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો, કહ્યું- દિલ્હી હિંસા સંપૂર્ણપણે કાવતરું


શાસક પક્ષનો વળતો પ્રહાર- વિપક્ષે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યાં, દોષ ભાજપને દઇ રહ્યા છે

{ ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું- 14 ફેબ્રુઆરીએ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ઘરમાંથી બહાર નથી નીકળ્યા તે લોકો કાયર છે. તે પછી ઉમર ખાલિદે કહ્યું કે રસ્તા પર ઉતરવાનું છે. એઆઇએમઆઇએમના વારિસ પઠાણે કહ્યું કે અમે 15 કરોડ છીએ પણ બધા પર ભારે પડીશું. તેમ છતાં વિપક્ષ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્માનાં નિવેદનોને હિંસા માટે જવાબદાર ઠેરવી રહ્યો છે પણ તેમનાં નિવેદનો તો હિંસાથી બહુ પહેલાં કે પછીના છે.

{ જેડીયુના સાંસદ રાજીવ રંજન ચૌધરીએ કહ્યું- દિલ્હીમાં જે હિંસા થઇ તેની પાછળ ક્યાંક ને ક્યાંક સીએએ વિરોધી દેખાવોથી સર્જાયેલો માહોલ છે. સીએએનો વિરોધ કરવો હોય તો સરકારને કહો ને કે અમે એક્ટની ફલાણી જોગવાઇનો વિરોધ કરીએ છીએ. વડાપ્રધાને કહી દીધું છે કે એનઆરસી લાવવાનો કોઇ વિચાર નથી તો પછી શા માટે ભ્રમ ઊભો કરાઇ રહ્યો છે?

{ એનસીપીના સાંસદ અમોલ કોલ્હેએ ગુજરાતનાં તોફાનો યાદ કરીને સરકાર પર નિશાન સાધતાં કહ્યું- આવું અગાઉ અન્ય એક રાજ્યમાં પણ બન્યું હતું. ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ તે રાજ્યના મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવા કહ્યું હતું.

{ સપાના સાંસદ સફીકુર્રહમાન બર્કે કહ્યું- આ દેશમાં મુસ્લિમોની જિંદગી સલામત નથી. બસપાના રિતેશ પાંડેયએ કહ્યું- આ નરસંહારનો મામલો છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું- શાહીનબાગમાં 20-25 લોકોથી શરૂ થયેલા વિરોધપ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો કેવી રીતે જોડાઇ ગયા? ગૃહમંત્રી અને ગુપ્તચર એજન્સીઓ શું કરી રહી હતી?

{ એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- એક મહિલાએ પીએમ મોદીની તુલના ભગવાન સાથે કરી હતી ત્યારે તેઓ ભાવુક થઇ ગયા હતા. તેઓ કેવા ભગવાન છે કે જેમનું હૃદય દિલ્હી હિંસામાં આટલાં મોત છતાં ન પીગળ્યું?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો