તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

150 ટન લોખંડના ભંગારમાંથી સાત અજાયબીનું કરાયું નિર્માણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા બાદ દેશમાં દિલ્હી ખાતે લોખંડના ભંગારમાંથી સ્કલ્પચરનું નિર્માણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે.દિલ્હી ખાતે સરાઇ કાલે ખાન વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં સેવન વન્ડર્સના નામે સાત અલગ-અલગ વિશ્વ પ્રસિદ્ધ અજાયબીના સ્કલ્પચર મુકાયા છે.180 દિવસની મહેનત બાદ 150 ટન લોખંડના ભંગારને ઉપયોગમાં લઇને સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ ફાઇન આર્ટસ ફેકલ્ટીના પુર્વ વિદ્યાર્થીઓ દ્વારા વડોદરામાં વર્ષ-2017 માં લોખંડના ભંગારમાંથી સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા હતા. જેને હાલ, શહેરના અનેક ટ્રાફિક સર્કલ પર મુકવામાં આવ્યા છે.દેશભરમાં પ્રથમ વખત ભંગારનો ઉપયોગ કરીને સ્કલ્પચર વડોદરામાં તૈયાર કરવામાં આવ્યા હતા.દેશમાં દિલ્હીમાં બીજી વખત અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં સરાઇ કાલે ખાન વિસ્તારમાં આવેલ રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કઇ અજાયબીઓ દિલ્હીની શોભા બની
સેવન વન્ડર્સ તરીકે તાજમહલ, એફિલ ટાવર, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ગ્રેટ પીરામીડ ઓફ ગાઝા, લિનિંગ ટાવર ઓફ પીઝા, ક્રાઇટ્સ, કોલોઝિયનને બનાવીને મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો