તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન કેસમાં સાસુ-વહુને સજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાનામવા રોડ, નેહરુનગર-9માં રહેતા નાનુબેન લાખાભાઇ વઘાસિયા અને તેમની પુત્રવધૂ રેખા પંકજભાઇ વઘાસિયા સામે ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી જતા અદાલતે સજાનો હુકમ કર્યો છે. સજાના હુકમને પગલે નાનુબેને 1.90 લાખ રૂપિયા ચૂકવી આપતા અદાલતે સજામાં ઘટાડો કર્યો છે. રણછોડનગર સોસાયટીમાં રહેતા પરેશ હરિલાલ બાબિયાએ નાનુબેનને 5.10 લાખ, જ્યારે રેખાબેનને 3.87 લાખ ઉછીના લીધા હતા. જેની સામે સાસુ-વહુએ તે રકમનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક પરત ફરતા પરેશભાઇએ એડવોકેટ અતુલ સી.ફળદુ મારફત કોર્ટમાં સાસુ-વહુ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસની સુનાવણી પૂરી થતા કોર્ટે બંનેને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. હુકમને પગલે નાનુબેને ચાલુ કેસે 1.90 લાખ ચૂકવી આપતા કોર્ટે સજામાં ઘટાડો કરી 4 મહિનાની સજા અને બાકી રહેતી રકમ 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો