તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજીવિકાના સંકટ વચ્ચે સંવેદના શોધતી ફિલ્મો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલ રોયની કિશોર કુમાર અભિનીત ફિલ્મ નોકરીમાં ગામનો યુવક નિયુક્તિ-પત્ર માટે મહાનગરમાં આવે છે અને તેનું ગજવું કપાઇ જાય છે. તેની પાસે કંપનીનું પુરુ સરનામું કે નિયુક્તિપત્ર નથી.સમગ્ર દિવસ ભટક્યા બાદ સાંજે પોતાના ઢાબામાં આવે છે, જ્યાં ચાર બેરોજગાર એક જ રૂમમાં રહે છે. ઢાબાનો એક દયાળુ નોકર નાયકના ઓશિકા નીથે પૈસા મુકી દે છે અને એવો દેખાવ કરે છે કે નાયક જ પોતાના પૈસા ક્યાંક રાખીને ભૂલી ગયા છે. બન્ને હકીકત જાણે છે. ગુરૂદત્તની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસીઝ 55નો કાર્ટૂન બનાવનાર નાટક બેરોજગાર છે અને એક ધનાઢ્ય સ્ત્રી તેને પૂછે છે કે તે કાયમ ગુસ્સામાં રહે છે તો શું તે સામ્યવાદીस છે?નાયક કહે છે કે તે કાર્ટૂનિસ્ટ છે તો સ્ત્રી કહે છે વાત એક જ છે. આ એક લોકપ્રિય ધારણા છે કે ભારતમાં સામ્યવાદ દળ સક્રીય નથી. થોડાક સમય પહેલા પૂર્વ મહારાષ્ટ્રના ખેડૂત મુંબઇ તરફ રેલી લઇ જતા હતા. સાંજે મુંબઇમાં પ્રવેશે છે તોે જાણ થાય છે કે આગલા દિવસ શાળાઓમાં વાર્ષિક પરિક્ષા યોજાશે. તેમના સરઘસથી ટ્રાફિકજામ થઇ શકે છે. માટે તેમણે રાત્રે પણ પોતાની યાત્રા ચાલુ રાખી અને પરોઢિયે આઝાદ મેદાન પહોંચી ગયા.આ યાત્રાને સામ્યવાદી દળોએ યોજી હતી. કેરળ પણ પુરના લીધે લગભગ ખતમ થઇ ગયું હતું, ત્યાં પણ સામ્યવાદી દળ અને જનતાએ ભેગા મળીને કેરળને પહેલાથી વધુ સારું બનાવી દીધું. પ્રેમજી વિશ્વવિદ્યાલયની રીસર્ચ વિંગે જાહેર કર્યું છે કે નોટબંધીના કારણે 50 લોકો બેરોજગાર થયા અને GSTની સમસ્યાથી પરિસ્થિતિ વધુ વિકરાળ બની.યુવાનોની બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, હોસ્પિટલોની ઊણપ અને દર્દીઓની વધતી સંખ્યા જેવી સમસ્યાઓ એક બીજા સાથે જોડાયેલી છે.વ્યવસ્થા ઠપ્પ થવાનું એક માત્ર કારણ હોઇ શકે છે પણ તે પુરુ સત્ય નથી.વૈચારિક સંકીર્ણતા તેમજ અસહિષ્ણુતા પણ કારણ હોઇ શકે છે. સાચુ કારણ એ પણ હોઇ શકે કે દૂષિત પ્રચાર-તંત્રના લીધે ભણેલા ગણેલા લોકોને ભ્રમિત કરી દેવાયા છે.તે જાણતા નથી કે તે શું કરી રહ્યા છે? જનતાને વિચારહીન બનાવવાની સાજિશ છે પમ તે જાણતા નથી કે આપણે જ્યારે ઉંઘીએ જઇએ છીએ ત્યારે પણ વિચાર પ્રક્રિયા જાગૃત હોય છે. સપના જોવાનો અધિકાર કોઇ છીનવી શકે નહીં. અસહિષ્ણુતા એક નાઇટમેર છે અને એવી કોઇ રાત નથી જેની સવાર ન હોય. સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે પરંતું અરાજકતા લાવવાની દાનત હોય તો કશું થઇ ન શકે. આમ એ સવાર ક્યારે તો આવશે, અને તે સવારે આપણાથી જ આવશે.

બિ
અન્ય સમાચારો પણ છે...