તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા ડ્રાઇવરોની આંખો અંજાતા ગોલ્ડ પ્લેટેડ પોર્શ કાર જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્રેન્કફર્ટ | જર્મનીના હેમ્બર્ગમાં પાેલીસ ગોલ્ડ પ્લેટેડ પોર્શ કાર જપ્ત કરી લીધી. અધિકારીઆેઅે જણાવ્યું કે આ કારનો ચળકાટ અેટલો હતો કે તેના કારણે અન્ય ગાડીઆેના ડ્રાઇવરોની આંખો અંજાઈ જતી હતી તેથી અકસ્માતો થવાનું જાેખમ હતું. પોલીસે જણાવ્યું કે પહેલાં કારના ડ્રાઇવરને સોનાની પોલિશ હટાવવા અને ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે માન્યો નહીં તેથી કાર જપ્ત કરાઇ હતી.

દંડ વસૂલી કાર-ડ્રાઇવરને છોડી દેવાયો
જોકે તેને ચેતવણી આપવામાં આવી છે કે ફરીથી રોડ પર કાર લાવતા પહેલાં તેની ગોલ્ડ પોલિશ હટાવી લેવી. સ્થાનિક મીડિયા મુજબ જે દિવસે પોર્શ જપ્ત કરાઈ હતી તે દિવસે ગોલ્ડ પ્લેટેડ લેમ્બોર્ગીની પણ કબજે લેવામાં આવી હતી. પરંતુ તેના ડ્રાઈવરે સોનાની પોલિશ કાઢવાની પોલીસની વાત માની લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...