તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યસ બેન્કમાં એસબીઆઈનો હિસ્સો 3 વર્ષ સુધી 26 ટકાથી વધુ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાણા મંત્રી નિર્મલા સિતારમણે શુક્રવારના યસ બેન્કને બચાવવાના પ્લાનની જાહેરાત કરી હતી. એસબીઆઈ યસ બેન્કનો 49 ટકા હિસ્સો ખરીદશે. અન્ય રોકાણકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. એસબીઆઈ દ્વારા જારી રોકાણની રકમ સાથે શરત મૂકવામાં આવી છે કે, એસબીઆઈએ ઓછામાં ઓછો 26 ટકા હિસ્સો આગામી 3 વર્ષ સુધી જાળવી રાખવો પડશે. તદુપરાંત અન્ય રોકાણકારે પોતાના રોકાણનો 75 ટકા હિસ્સો 3 વર્ષ સુધી જાળવી રાખવો પડશે. ટૂંકસમયમાં બેન્ક રિકંસ્ટ્રક્શન સ્કીમની જાહેરાત કરશે.

3 દિવસની અંદર બેન્ક પર લાદેલા પ્રતિબંધો દૂર થશે

ICICI અને HDFC 1-1 હજાર કરોડનુ રોકાણ કરશે

નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલી યસ બેન્કને એસબીઆઈ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત અન્ય રોકાણકાર પણ મળી રહ્યા છે. ICICI બેન્કે શુક્રવારના જણાવ્યુ હતુ કે, યસ બેન્કમાં રૂ. 1000 કરોડનુ રોકાણ કરશે. બેન્કે બીએસઈ પર જાહેરાત કરી હતી કે, આ રોકાણથી ICICI બેન્કનો યસ બેન્કમાં હિસ્સો 5 ટકાથી વધુ થશે. એચડીએફસી બેન્કે પણ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

એક્સિસ, કોટક મહિન્દ્રા, દામાણી પણ હિસ્સો ખરીદશે

એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, રાધાકિશન દામાણી, રાકેશ ઝુનઝુનવાલા અને અઝીમ પ્રેમજી પણ રૂ.500-500 કરોડનુ રોકાણ કરી 3-3 ટકા હિસ્સો ખરીદશે. સ્ટેટ બેન્કે પણ જાહેરાત કરી હતી કે, તે બેન્કમાં 725 કરોડ શેર રૂ. 10ના ભાવે ખરીદશે. આ રીતે એસબીઆઈ યસ બેન્કમાં રૂ. 7250 કરોડનુ રોકાણ કરશે. સ્ટેટ બેન્કે જણાવ્યુ હતુ કે, તે 40 ટકા હિસ્સો રૂ. 2450 કરોડમાં ખરીદશે.

કેબિનેટ દ્વારા યસ બેન્ક વેચવાના પ્લાનને મંજૂરી આપી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો