નર્મદા ડેમની સપાટી 119.58 મીટરે પહોંચી જતાં સરદાર સરોવરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા ડેમની સપાટી 119.58 મીટરે પહોંચી જતાં સરદાર સરોવરમાં 1148.01 એમસીએમ પાણીનો સંગ્રહ થઇ ચુકયો છે. ઉપરવાસમાંથી 4,414 કયુસેક પાણીની થઇ રહેલી આવક સામે કેનાલમાંથી 4,836 કયુસેક પાણીની જાવક થઇ રહી છે.

મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમોના પાવર હાઉસ ચાલુ હોવાથી ઉપરવાસમાંથી 4,414 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની આસપાટી 119.58 મીટર પહોંચી છે. જે સપાટીમાં ત્રણ દિવસમાં 3 સેમી નો વધારો નોંધાયો છે.હાલ ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાંથી 4,386 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પરંતુ ખેડૂતો માટે હજુ પાણી આપવાનું ચાલુ કરાયું નથી. નર્મદા ડેમમાં આજની તારીખે 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હયાત છે.નર્મદા ડેમ હાલ તેની મહત્વની સપાટી એટલે કે 121.92 મીટર થી માત્ર 2.34 મીટર દૂર છે. હાલ એક દિવસમાં માંડ 1 સેમી વધે છે. છતાં પાણી નો જથ્થો ઘણો છે એટલે વરસાદ પડવાની સાથે જ જો રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરી દેવામાં આવે તો નર્મદા નદીમાં પાણી વધશે અને વીજળી વધુ ઉત્પાદન થશે.

અન્ય સમાચારો પણ છે...