તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલિ એ ધર્મનો અભિન્ન હિસ્સો નથી: કોર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિપુરા હાઇકોર્ટે રાજ્યના તમામ મંદિરોમાં પશુ-પક્ષીઓનો બલિ ચઢાવવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર સહિત કોઇ પણ વ્યક્તિને એકેય મંદિરમાં કે તેની આસપાસ પ્રાણીઓ કે પક્ષીઓનો બલિ નહીં ચઢાવવા દેવાય. ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરિન્દમ લોધની બેન્ચે શુક્રવારે જારી આદેશમાં કહ્યું કે રાજ્ય સરકાર કોઇ ધાર્મિક પ્રથા સાથે જોડાયેલી આર્થિક, નાણાકીય, રાજકીય કે ધર્મનિરપેક્ષ ગતિવિધિને જ રેગ્યુલેટ કરી શકે છે. સરકારની ભૂમિકા ધાર્મિક સ્થળની ધર્મનિરપેક્ષ પ્રકૃતિવાળી ગતિવિધિઓ સુધી જ સીમિત છે. માતા ત્રિપુરેશ્વરી મંદિરમાં રોજ એક બકરાનો બલિ ચઢાવવાની કે અન્ય પ્રસંગો પર અન્ય મંદિરોમાં પશુઓનો બલિ ચઢાવવાની મંજૂરી બંધારણ નથી આપતું. બલિ માટે પ્રાણી આપવાનો અધિકાર ધર્મનો અભિન્ન અને અનિવાર્ય હિસ્સો નથી. આ બંધારણની કલમ 25(1) હેઠળ સંરક્ષિત નથી. પ્રાણીઓના બલિની સદીઓ જૂની પ્રથા સ્વાસ્થ્ય અને નૈતિકતાના સિદ્ધાંતોથી પણ ઉલટી છે. આ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા રોકવાના કાયદાનું પણ ઉલ્લંઘન છે. કોર્ટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ્સને આદેશ પર અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવને માતા ત્રિપુરેશ્વરી દેવી મંદિર અને ચતુરદાસ દેવતા મંદિરમાં તત્કાળ સીસીટીવી લગાવવા કહ્યું છે. બન્ને મંદિરમાં મોટી સંખ્યામાં બલિ ચઢાવાય છે. મુખ્ય સચિવે દર મહિને સીસીટીવીના રેકોર્ડિંગની સોફ્ટ કોપી પણ રાખવાની રહેશે. ત્રિપુરેશ્વરી દેવી મંદિરમાં અગાઉ માનવબલિ પણ ચઢાવાતો હતો. 500 વર્ષથી અહીં પ્રાણીઓનો બલિ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે.

ત્રિપુરેશ્વરી માતા મંદિર અને ચતુરદાસ દેવતા મંદિરમાં સીસીટીવી લગાવવા આદેશ
રાજ્ય સરકાર ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા વિચારી રહી છે
હાઇકોર્ટના આદેશ અંગે રાજ્યમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. પશુપ્રેમીઓ અને રેશનાલિસ્ટ્સે આદેશને આવકાર્યો છે જ્યારે શાસક ભાજપ સહિત કેટલાક પક્ષ આ ચુકાદાથી ખુશ નથી. સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ ચુકાદો હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેને સુપ્રીમકોર્ટમાં પડકારાઇ શકે છે. કાયદામંત્રી રતનલાલ નાથે કહ્યું કે આદેશ સ્વીકારતા કે તેને સુપ્રીમકોર્ટમાં પડકારતા પહેલાં સરકાર યોગ્ય સ્તરે ચર્ચા કરશે. જોકે, ભાજપના નેતાઓએ આ ચુકાદાનો વિરોધ કર્યો છે. તેમણે દલીલ કરી કે આ બંધારણની કલમ 25હેઠળ મળેલા ધાર્મિક સ્વતંત્રતાના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે. સમાજ પર અસરને ધ્યાનમાં રાખી હાઇકોર્ટ આ અંગે ફેરવિચાર કરે. સીપીએમએ ચુકાદાને આવકારતાં આશા વ્યક્ત કરી કે રાજ્ય સરકાર તેનો અમલ કરાવશે. કોંગ્રેસે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.

સંઘ-ભારત એક છે, દુનિયાને એ જણાવવા બદલ અભિનંદન: ગોપાલકૃષ્ણ
અન્ય સમાચારો પણ છે...