રોમાનિયન મોડલ અને એક્ટ્રેસ લુલિયા વંતૂર આ દિવસો બાલીમાં છે

Div News - romanian model and actress lulia vantur is in bali these days 091013

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
રોમાનિયન મોડલ અને એક્ટ્રેસ લુલિયા વંતૂર આ દિવસો બાલીમાં છે જ્યાં હાલમાં જ 5.7ની તીવ્રતાનો ભૂકંપ મહેસુસ કરવામાં આવ્યો. આ ભૂકંપથી જાન માલને કોઈ નુકશાન નથી થયું પરંતુ લુલિયાએ આ અનુભવને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો.

લુલિયાએ કહ્યું કે, આજની સવાર ઘણી હલાવી નાખે તેવી રહી. બાલી જ્યાં હું એક પ્રોફેશન શૂટ માટે આવી છું. ત્યાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેવું જ આ થયું થોડી જ સેકન્ડમાં મારા મનમાં હજારો વિચાર આવવા લાગ્યા પરંતુ મેં મારી જાતને શાંત રાખી. ભગવાનનો આભાર છે કે, કોઈને હાની નથી પહોંચી અને બધું જ થોડીવારમાં નોર્મલ થઈ ગયું. ઘણીવાર આપણને રિમાઈંડરની જરૂર પડે છે. જિંદગી આ પળ જ છે એટલા માટે ભરપુર એન્જોય કરો અને દરેક પળને જીવવાનો પ્રયત્ન કરો.

X
Div News - romanian model and actress lulia vantur is in bali these days 091013
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી