રૂ.707નો મેસેજ આવ્યા બાદ રાંધણગેસના રૂ.852.50 વસુલાતા ગ્રાહકોમાં હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કેન્દ્ર સરકારે ઘર વપરાશના નોન સબસીડાઇઝ ગેસ સિલિન્ડરના ભાવમાં રાતોરાત રૂ.144.50 ના કમરતોડ વધારાથી જામગરમાં હજારો પરિવારોના બજેટ વેરવિખેર થઇ ગયા છે.નવાઇની વાત તો એ છે કે,ભાવ વધારા પૂર્વે અનેક ગ્રાહકોએ ઘરવપરાશના ગેસ સિલિન્ડર નોંધાવ્યા હતાં.જેઓને રૂ.707 ના બીલના મેસેજ આવ્યા હતાં.પરંતુ જયારે ગેસ સિલિન્ડર ઘરે આવ્યું ત્યારે રૂ.852.50 નું બીલ આવતાં ગ્રાહકોમાં ભારે દેકારો બોલી ગયો હતો.

એજન્સીઓને બાટલાની ડિલિવરી ન કરવા સુચના અપાઇ હતી

દિલ્હીની ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ સિલિન્ડરના ભાવમાં રૂ.144.50નો વધારો ઝીંકવામાં આવતા શહેરની ગેસ એજન્સીઓને રાજકોટ વડી કચેરીએથી સિલિન્ડરની ડલેવરી ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

એક જ બિલ બે વખત અને રકમ કેવી રીતે ફરી શકે ?

મે તા.9 ફેબ્રુઆરીના સવારે 9.42 કલાકે મોબાઇલમાંથી ગેસ સિલિન્ઠર ઓનલાઇન નોંધાવતા તે જ દિવસે સાંજે 7.25 કલાકે રૂ.707 ના ઇન્વોઇઝ નં.3000142817 સાથેનો મેસેજ આવ્યો હતો.પરંતુ તા.12 ના ગેસસિલિન્ડર રૂ.851.50 ના ઇન્વોઇઝ નં.3000144664 સાથે આવ્યું હતું.બે કલાક પહેલાં કેશમેમો કેન્સલનો મેસેજ આવ્યો હતો.પરંતુ તેમાં કોઇ કારણ દર્શાવામાં આવ્યું ન હતું.તો એક જ બીલ બે વખત અને રકમ કેવી રીતે ફરી શકે તે સમજાતું નથી. > અલ્પેશ વાડોદરિયા, ગ્રાહક

ઓનલાઇન પુરાવો
અન્ય સમાચારો પણ છે...