રાવ બહાદુર : ભોળાનાથ સારાભાઈ ( 1823 - 1886)

Div News - rao bahadur bhalnath sarabhai 1823 1886 062008

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
આજે કોમી એખલાસના પ્રતીક રજબઅલી ગુલામઅલી લાખાણી, પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. સતીષચંદ્ર મિશ્રા, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતા અને 19મા સૈંકાના સુધારક અને સાહિત્યકાર શ્રી ભોળાનાથ સારાભાઈનો જન્મદિવસ છે. અમદાવાદના વતની ભોળાનાથ સારાભાઈનો જન્મ વડોદરામાં થયો હતો. નવું શીખવાની ધગશ ધરાવતા તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ફારસી ઉપરાંત મરાઠી ભાષાઓ શીખ્યા હતા. ઈશ્વરપ્રાર્થનામાળા, દિંડી અને અભંગ, મંગલસ્રોત, સત્ય વિવેક જેવાં પુસ્તકો ભોળાનાથે રચ્યાં હતાં. તેમની કવિતાનો મુખ્ય સૂર ઇશ્વર ઉપાસના છે. બ્રિટિશ વહીવટીતંત્રમાં તેઓ સરકારી મુનસફુના હોદ્દા પર અમદાવાદ, કપડવંજ, ઉમરેઠ અને ખેડા જિલ્લામાં કાર્યરત હતાં. 1857ના સંગ્રામ વખતે ભોળાનાથ ખેડાના મુનસફુ હતાં. સાહિત્યકાર અને વહીવટકર્તાની સાથે તેઓ સમાજ સુધારક પણ હતાં. પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓએ 1871માં અમદાવાદ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. પ્રાર્થના સમાજ અને ધર્મસમાજની પ્રવૃત્તિઓ દ્વારા તેઓએ અમદાવાદ અને ગુજરાતમાં મધ્યમ સમાજ સુધારાની પ્રવૃત્તિઓની આગેવાની લીધી હતી. 11 મે 1886ના રોજ ભોળાનાથ સારાભાઈનું અવસાન થયું હતું.

X
Div News - rao bahadur bhalnath sarabhai 1823 1886 062008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી