રણજી ક્રિકેટ : ગોવાએ મિઝોરમને 1 ઈનિંગ્સ, 211 રને હાર આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલકાતા | ગોવાની ક્રિકેટ ટીમે રણજી ટ્રોફની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ગોવાએ પ્લેટ ગ્રૂપની મેચમાં મિઝોરમને એક ઈનિંગ્સ અને 211 રને પરાજય આપ્યો છે. ગોવાના ઓલરાઉન્ડર અમિત વર્મા (148 રન અને 7 વિકેટ) મેન ઓફ ધ મેચ રહ્યો. ગોવાએ પ્રથમ ઈનિંગ્સ 4 વિકેટે 490 રન બનાવીને જાહેર કરી હતી. મિઝોરમની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 109 અને બીજી ઈનિંગ્સમાં 170 રન પર ઓલ આઉટ થઈ ગઈ. મિઝમમના કેબી પાવને નોટ આઉટ 111 રન ફટકાર્યા હતા. બીજી તરફ મુંબઈએ મ.પ્ર. સામે પ્રથમ ઈનિંગ્સમાં 427 રન બનાવ્યા છે. મ.પ્ર.એ પ્રથમ ઈનિંગ્સમાં 200 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. સ્ટમ્પ્સ સમયે વેંકટેશઅય્યર 87 અને રવિ યાદવ ખાતું ખોલાવ્યા વગર ક્રિઝ પર હતા. મુંબઈએ પ્રથમ દિવસના સ્કોર 352/4થી આગળ રમવાનું શરૂ કર્યું રહતું. સરફરાઝ 117 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીએ રાજસ્થાન સામેની મેચમાં પ્રથમ ઈનિંગ્સમાં 623 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...