તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં બે દિવસમાં 19595 ફોર્મ ભરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીના અનુસંધાને બે દિવસના મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નામ ઉમેરવા માટેના ફોર્મ નં.6 12087, નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 2888, નામ-સરનામા અને એડ્રેસમાં સુધારા-વધારા માટેના ફોર્મ નં.8 3025 અને વિધાનસભા બેઠકમાં ફેરફાર માટેના ફોર્મ નં.8 ક 1595 અરજીઓ નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ નામ ઉમેરા માટેના ફોર્મ રાજકોટ રૂરલ-71માં 3266 ફોર્મ ભરાયા હતા. જ્યારે સૌથી ઓછા ફોર્મ નં.6 240 73-ગોંડલ વિધાનસભા બેઠકમાં ભરાયા હતા. સૌથી વધુ ફોર્મ રાજકોટ રૂરલ વિધાનસભા બેઠકમાં 4755 અને સૌથી ઓછા ફોર્મ ગોંડલ બેઠકમાં 466 ભરાયા હતા.

રાજકોટ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એન.આર.ધાંધલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે દિલ્હીથી કેન્દ્રીય ચૂંટણીપંચે સોમવારે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને વૈધાનિક કામગીરીની તાલીમ અને માર્ગદર્શન આપ્યા હતા.

લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે વીડિયો કન્ફરન્સ દ્વારા ચૂંટણીપંચે કામગીરીની સમીક્ષા કરવા અને માર્ગદર્શન આપ્યું હતું. કેવી રીતે કામગીરી કરવી તે અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો