- Gujarati News
- Div News Pooja Draupadi And Sita Play Role In 39dream Girl39 062006
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘ડ્રીમ ગર્લ’માં પ્લે કર્યો પૂજા, દ્રોપદી અને સીતાનો રોલ...
દિવસનો સમય લીધો હતો વોઇસ મોડ્યૂલેશન માટે
02
03
કલાક મહિલાના લુકમાં આવવા માટે લાગ્યા હતા
12
સાડીઓ ટ્રાય કરી મેકર્સે પરફેક્ટ લુક માટે
અમિત કર્ણ/સોનુપ સહદેવન | મુંબઈ
આયુષ્યમાન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું ટ્રેલર સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગમાં નંબર 1 બનેલું છે. આ સોશિયલ-કોમેડી ફિલ્મમાં તે સીતા અને દ્રોપદીના રોલમાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મમાં પૂજા નામની મહિલા બનીને તેનો અવાજ કાઢીને પણ અનેક લોકોને મૂરખ બનાવશે. આ રોલમાં ઢળવા માટે તેણે ઓછામાં ઓછું 2થી 3 કલાકનો સમય લાગતો હતો. તેમજ એક મહિલાનો અવાજ કાઢવા માટે પણ આયુષ્યમાને ખૂબ મહેનત કરી છે.
વોઇસ મોડ્યૂલેશન માટે આયુષ્યમાને લીધો બે દિવસનો સમય
ફિલ્મોમાં આયુષ્યમાન પૂજા નામની યુવતીનો અવાજ નીકાળે છે. દિગ્દર્શક રાજ શાંડિલ્યે જણાવ્યું કે તેણે તેના માટે શું ખાસ કર્યુ...
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મથુરાનું છે તો સૌથી પહેલા ત્યાંની મહિલાઓ અને તેમના અંદાજ પર ખૂબ કામ કર્યુ.
તેના માટે આયુષ્યમાને પાકિસ્તાની કલાકારો સિવાય એવા વીડિયો પણ જોયા જેમાં કોઈ મેલ કેરેક્ટરે ફીમેલનો અવાજ કાઢ્યો છે.
મથુરાની મહિલાઓનો અંદાજ પકડીને આયુષ્યમાને આપ્યો પાત્ર ‘પૂજા’ને અવાજ
તેને કેચ કર્યા પછી આયુષ્યમાને પૂજાનો અવાજ કેચ કર્યો.
તેના પર ભાર આપ્યું કે પહેલા મહિલાઓ જેવું ફીલ કરવામાં આવે અને તેના પછી જ તેનો અવાજ કાઢવામાં આવે.
LOOK
સાડી પહેરીને સંપૂર્ણપણે તૈયાર થવામાં આયુષ્યમાનને 2થી 3 કલાકનો સમય લાગી જતો હતો.
સતત વીડિયોઝ જોયા અને પ્રેક્ટિસ કર્યા પછી આયુષ્યમાન તે મૂડમાં આવ્યો અને તેણે મહિલાઓના અવાજમાં વાત કરવાનું શરૂ કર્યુ.
આ આખી પ્રક્રિયામાં આશરે બે દિવસ લાગ્યા. આ દરમિયાન અનેક પ્રકારના વોઇસ ટેસ્ટ કરવામાં આવ્યા. સંપૂર્ણપણે મહિલાનો જ અવાજ બહાર ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું.
presence
લુકમાં આવ્યા પછી આયુષ્યમાન માટે જરૂરી હતું યુવતીઓની જેમ ચાલવું અને એક્ટ કરવું. આ કામમાં આયુષ્યમાનની મદદ કરી તેની કો-એક્ટ્રેસ નુશરત ભરુચાએ. તેણે શીખવ્યું કે સાડી પહેરીને કેવી રીતે ચાલવું જોઈએ. આયુષ્યમાન ત્યાં સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો જ્યાં સુધી તે પરફેક્ટ મહિલાઓ જેમ વૉક ન કરી શકતો. સારી વાત એ હતી કે આયુષ્યમાનને પોતાના પાત્ર માટે હીલવાળી સેન્ડલ નહોતી પહેરવી પડી.
આયુષ્યમાનને સાડી પહેરાવવાનું કામ તેના મેકઅપ મેન કરતા હતા. આ દરમિયાન બેથી ત્રણ આસિસ્ટન્ટ લાગતા હતા. બેથી ત્રણ કલાકનો સમય પણ લાગી જતો હતો.
voice modulation
તેના માટે આયુષ્યમાને ખાસ વોઇસ મોડ્યૂલેશન કર્યુ જે તે ત્યારે કરતો હતો જ્યારે તે રેડિયો જોકી હતો.
તે જમાનામાં આયુષ્યમાન તે અવાજ સ્ટૂડિયોમાં માઇકની પાછળથી કાઢતો હતો. અહીં તેને કેમેરા પર એક્સપ્રેશન પણ આપવાના હતા.
સૌથી પહેલા મેકઅપ થતું હતું પછી સાડી પહેરાવવામાં આવતી હતી. તેના પછી નાક પર નથ અને લિપસ્ટિક લગાવવામાં આવતી હતી. સેથાંમાં સિંદૂર પણ ભર્યુ.
સ્કૂલ સમયમાં નીકાળતો હતો ગર્લ્સનો અવાજ
આયુષ્યમાન જણાવે છે, ‘હું અને મારો એક મિત્ર જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમે ગર્લ્સના અવાજમાં ફોન કરતા હતા. ક્યારેક ગર્લફ્રેન્ડના ઘરે ફોન કર્યો અને કોઈ અંકલે રિસીવ કરી લીધો તો અમે ગર્લ્સના અવાજમાં વાત કરતા હતા જેથી તેમને શંકા ન થાય.’
ફિલ્મમાં આયુષ્યમાન સીતા અને દ્રોપદીના ગેટઅપમાં પણ જોવા મળ્યો. તેના માટે મેકર્સે તેના પર એક ડઝન કરતા પણ વધુ સાડીઓ ટ્રાય કરી.
હવે સમય હતો ફિલ્મના સૌથી મુખ્ય ભાગનો જેના માટે આયુષ્યમાનને મહિલાનો અવાજ કાઢવાનો હતો.
આયુષ્યમાન જણાવે છે કે કેમેરાની સામે તેના અવાજમાં થોડી ખરાશ આવતી હતી પરંતુ જ્યારે તે સ્ટૂડિયોમાં ડબિંગ કરે છે તો એ જ અવાજ સારી રીતે કાઢી શકે છે.
અશ્લીલ ન થવા દીધી ટેલી કોલિંગ કન્વર્સેશન
રાજ જણાવે છે, ‘ફિલ્મમાં આયુષ્યમાન, પૂજા નામના પાત્રનો અવાજ કાઢી અન્ય પુરુષો સાથે વાત કરે છે. આ દરમિયાન જે કન્વર્સેશન થાય છે તેને અમે અશ્લીલ ન થવા દીધી. તે એટલે કારણ કે અમે આ ફિલ્મ ફેમિલી ઓડિયન્સ માટે બનાવી છે. આ કોલિંગ દરમિયાન પણ અમે અનેક મુદ્દા પર કટાક્ષ કર્યા છે.’