તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેન્નઇથી અમદાવાદમાં ઘૂસાડાતી 500ની 33 નકલી નોટ સાથે એકની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં ચેન્નઈથી બનાવટી ચલણી નોટો લાવી ભીડભાડવાળી જગ્યાએ વટાવી નકલી નોટો ઘૂસાડવાના કારસ્તાનનો પર્દાફાશ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પી.આઈ. આર.એસ.સુવેરા અને તેમની ટીમના સભ્યો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ બળવંતભાઈ લધરભાઈ અને અજિત ચંદ્રશેખરને મળેલી બાતમીના આધારે પોલીસટીમે બાપુનગરમાં વોચ ગોઠવી હતી. જેમાં વિક્રમસિંહ ગુમાનસિંહ દહિયા( રહે. વૈશાલી ફ્લેટ, મોહનનગર ચાર રસ્તા)ને પકડી તેની પાસેથી રૂ.500ના દરની 33 બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આરોપી વિક્રમસિંહની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, મુૂળ રાજસ્થાનનો વતની છે અને ચેન્નઈથી આ બનાવટી ચલણી નોટો લઈને અમદાવાદમાં છેલ્લા વીસ દિવસથી આવ્યો છે. આરોપી આ બનાવટી નોટો ભીડભાડવાળી જગ્યાએ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસની વધુ પૂછપરછમાં વિક્રમસિંહે કબૂલાત કરી હતી કે તેણે થોડી નોટો શહેરના બજારમાં વટાવી છે.જો કે વધુ નોટો બજારમાં ફરતી કરે તે પહેલા પોલીસના હાથમાં પકડાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...